Gujarat : રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 25, 26 તારીખે વરસાદની સિસ્ટમ સક્રિય થશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ નહિવત વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં આગામી 5 દિવસમાં વરસાદની સંભાવના
Gujarat : રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 5 દિવસમાં વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આગામી 3 દિવસ છૂટો છવાયો વરસાદ થઈ શકશે. તેમજ તા. 25,26 તારીખે વરસાદની સિસ્ટમ સક્રિય થશે. સૌરાષ્ટ્ર, કચ્છમાં નહિવત વરસાદની શક્યતા છે. તેમજ અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ થઈ શકશે.
દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ થવાની સંભાવના
આ બાબતે હવામાન વિભાગ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આવનારા પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, સુરતમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે.