GUJARAT: મકરસંક્રાતિ ના દિવસે પવન કેટલો અને કઈ દિશામાં રહેશે જાણો

GUJARAT : 15-20 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે પવન

GUJARAT : રાજ્યના હવામાન વિભાગે ફરી એકવાર તાપમાનને લઈ આગાહી કરી છે. અત્રે જણાવીએ કે, ઉત્તરાયણને હવે ઝાઝા દિવસો બાકી રહ્યાં નથી. ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ કદાચ પતંગ રસિયાઓના મનમાં એ ચિંતા સતાવતી હશે કે આ વર્ષે ઉત્તરાયણ પર પવન કેવો રહેશે. કારણ કે દર વર્ષે ઉત્તરાયણના દિવસે સવાર-સવારમાં પવનની ગતિ સારી રહેતી હોય છે પરંતુ બપોર બાદ પવનની ગતિ ઓછી થઈ જતી હોય છે. આથી પતંગ રસિકોની મજા બગડતી હોય છે. ત્યારે ઉત્તરાયણના દિવસે રાજ્યનો હવામાન કેવો રહેશે તેની આગાહી પણ સામે આવી છે. આગાહી મુજબ 14 જાન્યુઆરીએ સારો પવન ફંકાશે જેની ઝડપ 15-20 કિમી પ્રતિ કલાકની રહેશે

GUJARAT : સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ

GUJARAT : હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તરાયણના દિવસે રાજ્યમાં સારો પવન ફુંકાશે તેમજ 15-20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. સાથો સાથ જણાવી દઈએ કે, ઉત્તરથી- ઉત્તર પૂર્વ તરફ પવન ફુંકાશે. તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ છે. જ્યાં તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 16.5 ડિગ્રી, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વધુમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે, આગામી 5 દિવસ વરસાદની કોઈ સંભાવનાઓ નથી. 

GUJARAT : અંબાલાલની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું કે, અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર છે. આ વખતે પવનની ગતિ સારી રહેશે. આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે.’ એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, હાલ સમગ્ર રાજ્ય (Gujarat)માં ઠંડીનું જોર યથાવત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *