Gujarat / ગુજરાતમાં પહેલા જ વરસાદમાં પાંચના મોત
Gujarat/ રાજ્યમાં મેઘરાજા ની એન્ટ્રી થઈ ચૂકી છે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ પડ્યો છે તાપી, વલસાડ જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે તો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. પહેલા જ વરસાદમાં રાજ્યમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે જેમાં ભરૂચમાં વૃક્ષ નીચે દબાઈ જતા ત્રણ અને વડોદરામાં વીજળી પડતા એક અને અમરેલીમાં ગાડી તણાઈ જતા એકનું મોત નિપજ્યું હતું.