અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત યોજાશે

અમદાવાદ: GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનીયર પોસ્ટ માસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ ખાતે 27-12-2022ના રોજ સવારે 11 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જી.પી.ઓ. ની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.


આવી ફરિયાદો તારીખ 22-12-2022 સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ જી.પી.ઓને મોકલવાની રહેશે. તારીખ 22-12-2022 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમ જ નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *