ગૂગલ (Google) પેરેન્ટ કંપની આલ્ફાબેટે આ વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં કર્મચારીઓ અને ઓફિસ સ્પેસમાં કાપ સંબંધિત 2.6 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. કંપનીએ ચાલુ વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં 69.79 અબજ ડોલરની આવક નોંધાવી છે. કંપનીએ જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે કંપની ઉત્પાદન ક્ષેત્રે, કામગીરી ક્ષેત્રે 12,000ની કર્મચારીઓની છટણી કરશે.
કંપનીએ એ પણ જાહેરાત કરી હતી કે કંપની આ વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં એની ઓફિસની સ્પેસમાંથી 56.4 લાખ ડોલરના ખર્ચમાંથી કાપ મૂકશે. આ ઉપરાંત કંપનીએ એની સ્થાવર મિલકતની સમીક્ષા કરવાની પણ જાહેરાત કરી હતી.
વળી, કંપનીએ જાહેરાત કરી હતી કે છૂટા થતા કર્મચારીઓને કંપની એના નોટિફિકેશનના સમયગાળાની પૂરી ચુકવણી કરશે અને એ લઘુતમ 60 દિવસ કે 16 સપ્તાહનો પગારની ઓફર કરશે. કંપનીની વિરોધી કંપની માઇક્રોસોફ્ટે 10,000 કર્મચારીઓની છટણી કરી હતી. જોકે કંપનીએ આ વર્ષના પહેલા ત્રિમાસિક ગાળાના સ્ટ્રીટ અંદાજોને ઠેરવતાં સાત ટકાના વધારા સાથે 52.9 અબજ ડોલર નોંધાવી હતી.
જોકે બંને કંપનીઓ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જોકે આલ્ફાબેટે કરેલી મોટા પાયે કરેલી કર્મચારીઓની છટણીને પગલે કંપનીની આવકમાં ઘટાડો નોંધાયો હતો. ગૂગલની જાહેરાતની મંદી અને ભવિષ્યની ચિંતાએને કારણે કંપનીના શેરોમાં આશરે 15 ટકા ઘટાડો નોંધાયો છે.