ગોંડલ પંથકમાં મુશળધાર વરસાદ ખેતરો પાણી પાણી, નદી-નાળા બે કાંઠે વહ્યા
ગોંડલ પંથકમાં મુશળધાર વરસાદ પડવાથી લોકોને ગરમી થી રાહત મળી હતી. ગોંડલના વાસાવડ, દેવળીયા, દડવા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. જેથી અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.મિશ્ર વાતાવરણને કારણે અસહ્ય બફારાથી લોકો અકળાયા છે. પરંતુ બપોર બાદ ગોંડલમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. અને હાલ વરસાદ વરસી રહ્યો છે.જેથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે.