કચ્છની પ્રખ્યાત બાંધણી કલાને જીઆઇ GI થી મળી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ
કચ્છની સદીઓથી પ્રખ્યાત બાંધણી કલાને ભૌગોલિક સ્થળાંકન (જીઆઇ) GI ની માન્યતા મળતા નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કાપડમંત્રીના હસ્તે કચ્છી ખત્રી બાંધણી હસ્તકલા એસોસીએશનના સભ્યો ઇલિયાસભાઇ ખત્રી, અલીમામદભાઇ ખત્રી તથા હૈદરઅલી અરોરાને પ્રમાણપત્ર અપાયું હતું.
આ પણ વાંચો : Cyclone Fengal : સમુદ્ર બન્યું તોફાની, ફેંગલ વાવાઝોડું આજે કરશે લેન્ડફોલ, 90 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે
કચ્છી કલા બાંધણીએ વિવિધ જ્ઞાતિના શુભ પ્રસંગો તથા ફેશન જગતમાં અગ્રેસર સ્થાન બનાવ્યું છે. આ કલા વિદેશીઓમાં પણ આકર્ષણરૂપ રહી છે. આ કલાને જીઆઇની GI માન્યતા મળે તે માટે કચ્છી ખત્રી બાંધણી હસ્તકલા એસોસીએશન તથા બાંધણી હસ્તકલા એસોસીએશન તથા બાંધણી હસ્તકલા વિકાસ ટ્રસ્ટના સભ્યોએ ત્રણ વર્ષ પૂર્વે કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલયને દરખાસ્ત મૂકી હતી. જીઆઇની GI માન્યતા મળતા આ પૌરાણિક કલાનું વધુ વિસ્તરણ થશે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કચ્છી બાંધણી કલાને ટેગ મળતા દુનિયામાં વધુ નામ રોશન થશે અને નકલથી વપરાશકર્તાઓને રક્ષણ મળશે તેવું કહ્યું હતું. `કચ્છી બાંધણી’ના નામથી જીઆઇ GI માટે ટેક્સ્ટાઇલ કમિટી મુંબઇના શ્રી રાવત, ડેવલોપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફટ ભુજના રવિવીર ચૌધરી, એચપીઓ શેખર શર્મા, પંકજભાઇ શાહ તથા દાદુજી સોઢાનો સહયોગ મળ્યો હતો. કાર્યક્રમમાં વિદેશ અને રાજ્યના કાપડ મંત્રી પવિત્રા માર્ગેરિતા, કાપડ સચિવ રચનાબેન શાહ, જીઆઇ ઓફિસર ઉન્નત પી. પંડિત, ડેવલોપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફટના અમૃત રાજની ઉપસ્થિત રહ્યા હતા.