GIANTS GROUP OF MANDVI : જાયન્ટસ ગૃપ ઓફ માંડવી ને પર્યાવરણ સંવર્ધન માટે ઈન્ટરનેશનલ એવોર્ડ એનાયત થયો.

GIANTS GROUP OF MANDVI : 50માં ગોલ્ડ જયુબિલી ઈન્ટરનેશનલ કન્વેન્શન મથુરા ખાતે વર્લ્ડ ચેરપર્સન સાઈના એન.સી ના અધ્યક્ષ સ્થાને ત્રિદિવસીય અધિવેશન યોજાયો હતો. સમગ્ર ભારતમાંથી તમામ રાજ્ય ના ગૃપોએ ભાગ લીધો હતો.જેમાં જાયન્ટસ ગૃપ ઓફ માંડવી ને પર્યાવરણ સંવર્ધન કાર્ય માટે ઈન્ટરનેશનલ એવોર્ડ ચેર પર્સન સાઈના એન.સી અને ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન માનનીય નુરુદ્દીન ભાઈ સેવવાલા ના વરદહસ્તે એનાયત થયો હતો આ એવોર્ડ યુનિટ ડાયરેકટર યોગેશ કુમાર મહેતા એ સ્વીકાર્યું હતું.
GIANTS GROUP OF MANDVI : જાયન્ટસ ગૃપ ઓફ માંડવી 2019 થી 2025 દરમિયાન જાયન્ટસ ઉપવન, પર્યાવરણ પ્રયોગશાળા, જાયન્ટસ પંચવટી નું નિર્માણ કરી ને દર રવિવારે પર્યાવરણ સમિતિ દ્વારા ઉછેર, સંવર્ધન કાર્ય થાય છે. આયુર્વેદિક ઔષધિઓના રોપાનું વિતરણ પર્યાવરણ જાગૃતતા ક્ષેત્રે કાર્ય કરતા તેની નોંધ ઈન્ટરનેશનલ લેવલે લેવામાં આવી તે બદલ પુર્વ પ્રમુખ ડો. શાંતિલાલ મલ્લી, નરેન્દ્રભાઈ શુરૂ, યોગેશ ભાઈ ત્રિવેદી,દિપકભાઇ સોની, હિમ્મત સિંહ જાડેજા, પરેશભાઈ સોની, દિનેશભાઇ શાહ, પરીનભાઈ વાજાં, હર્ષ ત્રિવેદી, પરેશભાઈ અગેરા, યોગેશ ચંદ્ર ભટ્ટે , ભરતભાઈ કપટા એ શુભેચ્છાઓ પાઠવી હતી. તેવું સોશિયલ મીડિયા ઓફિસર રાજેશભાઈ સોની એ યાદી માં જણાવ્યું હતું.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો