ગામડાંઓમાં પાલતુ પશુઓને યોગ્ય તબીબી સારવાર મળી રહે તે હેતુથી GHCL ફાઉન્ડેશન દ્વારા વેટરનરી ડિસ્પેન્સરી લૉન્ચ કરવામાં આવી
GHCL માંડવી તાલુકાના બાડા ગામની આસપાસના વિસ્તારમાં આવેલા 15 જેટલા ગામોમાં 5000 જેટલા પશુપાલકો વસે છે, જેમની પાસે અંદાજે 15,000 જેટલા પશુઓ છે. આ વિસ્તારમાં લોકો મુખ્ય રીતે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. આ પશુપાલકોની માંગને ધ્યાનમાં રાખીને જીએચસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પશુઓના આરોગ્યને સુધારવા માટે એક નવી સગવડ શરૂ કરવામાં આવી છે. આ પશુઓને તબીબી સારવાર પૂરી પાડવા માટે એક વેટરનરી ડિસ્પેન્સરી વેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
GHCL આ કાર્યક્રમનો પ્રારંભ મહાનુભવોએ તુલસીના છોડને પાણી આપીને કર્યો હતો. ત્યારબાદ GHCL ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એન. એન. રાડિયાએ માંડવી અને મુંદ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેનું સાલ અને પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું. શ્રી જયેશ પટેલ દ્વારા માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કેવલભાઈ ગઢવીનું સન્માન કરવામાં આવ્યું હતું. જીએચસીએલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એન. એન. રાડિયાએ આ કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું. તો બાડા બેઠકના તાલુકા પંચાયતના સભ્ય શ્રી વરજંગભાઈ ગઢવીએ મોમેન્ટો દ્વારા શ્રી એન. એન. રાડિયાનું સન્માન કર્યું હતું. માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કેવલભાઈ ગઢવીએ પણ આ સમારંભમાં ઉદ્બોધન કર્યું હતું. તો બાડાના સરપંચ શ્રી વીરમભાઈ કોલી દ્વારા શ્રી જયેશભાઈ પટેલનું સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. માંડવી અને મુંદ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ આ કાર્યક્રમને સંબોધ્યો હતો. આ સાથે જ મંચસ્થ મહાનુભવાઓએ ગામના આગેવાનો સાથે ભેગા મળીને વેટરનરી વેનનું ઉદ્ઘાટન કર્યું હતું. આખરે શ્રી જયેશ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
“સબકા સાથ સબકા વિકાસ અંર્તગત ગ્રામજનો અને કંપનીએ સાથે મળીને કામ કરવાનું છે. સી.એસ.આર.ના ભાગરૂપે આપણા પશુપાલનથી સમૃદ્ધ વિસ્તાર માટે પશુ મેડિકલ વાન શરૂ કરવામાં આવી છે ત્યારે, સર્વ પશુઓ અને ખાસ કરીને દેશી ગાયો ને તેનો લાભ મળે અને સરકારની પશુ એમ્બ્યુલન્સ 1962ની સાથે પૂરક બનીને કામગીરી કરે તેવી શુભેચ્છા સાથે કંપનીને અભિનંદન પાઠવું છું અને અમારો સહકાર મળતો રહેશે.” શ્રી અનિરુદ્ધભાઈ દવે, ધારાસભ્ય, માંડવી ,મુંદ્રાએ કહયું.
આ કાર્યક્રમમાં વક્તવ્ય આપતા શ્રી એન એન રાડીયા, ચેરમેન, GHCLફાઉન્ડેશનએ જણાવ્યું “અમે મેડિકલ વાન શરુ કરી ત્યારે પશુ સારવાર માટેની વાનની પણ જરૂરિયાત જણાઈ. અમે વેટરનરી ડોક્ટર અને સહાયક સાથે પશુ વાન શરૂ કરી જે દર અઠવાડિયે ગામમાં જઈ પશુ સારવાર કરે છે. શિક્ષણ માટે અમારું સ્વદીપ ફાઉન્ડેશન આંગણવાડીઓમાં વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. શાળા શિક્ષણ ઉપરાંત રોજગારલક્ષી તાલીમ માટે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર પણ ઉભું કરીશું. પશુપાલનને પ્રોત્સાહન આપી પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપી GHCL સદા સહાયરૂપ થવા માટે તત્પર છે.”
“જી.એચ.સી.એલ. GHCL દ્વારા પશુ દવાખાનું શરુ કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે મને યાદ આવે છે કે, મોબાઈલ મેડિકલ વાન હોય, પશુનો ઘાસચારો હોય એ દરેક કામ ખુબ સુંદર રીતે કરવામાં આવ્યા છે, તે બદલ હું માંડવી તાલુકા વતી જી.એચ.સી.એલ.નો આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત યુવાનો માટે રોજગારલક્ષી સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ શરુ કરવા બાબતે પણ ધ્યાન દોરું છું.” શ્રી કેવલભાઈ ગઢવી
પ્રમુખ, તાલુકા પંચાયત, માંડવીએ કહયું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત બાયઠ સીટના સદસ્ય શ્રી બળવંતસિંહ જાડેજા, બાડાતાલુકા પંચાયતના સદસ્ય શ્રી વરજાંગભાઈ ગઢવી, માંડવી તાલુકા ભૂતપૂર્વ પ્રમુખ, શ્રી હરિભાઈ શામળાભાઈ ગઢવી, શ્રી વિરમભાઇ કોલી-બાડા સરપંચ, ગોવિંદ ગઢવી ઉપસરપંચ બાડા શ્રી પુનશીભાઈ ગઢવી-પાંચોટિયા સરપંચ, શ્રી નરસિંહભાઈ પટેલ-જનકપુર સરપંચ, શ્રી વિરમભાઈ ગઢવી-નાના લાઈજા સરપંચ, શ્રી ગોવિંદભાઈ ગઢવી-ભાડા સરપંચ, શ્રી રાજેશભાઈ ધોળું-પદમપુર સરપંચ, શ્રી કિશોરભાઈ ગઢવી,-મોટા લાયજા પૂર્વ સરપંચ, શ્રી યુવરાજસિંહ જાડેજા-કોકલીયા સરપંચ, શ્રી નારાયણભાઈ મહેશ્વરી -મોડકુબા સરપંચ તથા સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન જીએચસીએલ ફાઉન્ડેશના સીએસઆર ઓફિસર શ્રી કલ્યાણભાઈ ગઢવી એ કર્યો હતો.