
૨૦૨૧ ના આગમને કચ્છ માં મહેમાનો માં સેલિબ્રિટીઓ નો આગમન શરૂ થઈ ગયું છે. છેલ્લા ઘણાં દિવસથી ગુજરાતની પ્રસિદ્ધ રેડિયો જોકી
યુટ્યુબ ટ્રાવેલ બ્લોગર અાદિતિ રાવલ નું રણ ઉત્સવ માં શૂટિંગ ચાલી રહ્યું છે.તાપસી પન્નૂ ની ફિલ્મ રશ્મિ રોકેટનું શૂટિંગ સંપન્ન થયું. કેન્દ્રીય મિનિસ્ટર મનસુખ માંડવિયાની કચ્છ ના મહેમાન બન્યા હતા ભારત સરકાર મંત્રાલયની મીટિંગ ટેન્ટ સીટી ધોરડો ખાતે યોજાઈ હતી. હાલ બે દિવસની કચ્છની મુલાકાતે ભારતીય ટેલિવિઝન જગતનાં ભીષ્મ પિતામહા ડોક્ટર સુભાષ ચંદ્રા કચ્છનાં મહેમાન બન્યા. રણ ઉત્સવ ટેન્ટ સીટી માં બે દિવસીય રોકાણ કર્યું હતું
“ધ ટેન્ટ સીટી” નાં જનરલ મેનેજર અનિલ અગ્નિહોત્રી અને અમિત ગુપ્તા કંપનીનાં પી.આર.ઓ એ ડોક્ટર સુભાષ ચંદ્રાનું સ્વાગત કર્યું હતું. ભુજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ થી લાઇઝનીંગ ઓફીસર વિજયસિંહ ઝાલા, અને અમદાવાદ ટુરિઝમ વિભાગ થી ફારૂકભાઇ પઠાણ સાથે રહ્યા હતાં બીજા દિવસે નો પ્રવાસ કચ્છની બોર્ડર વિઘાકોટ નિહાળી હતી.કચ્છનાં સફેદ રણની સુંદરતાને નિહાળી,ભૂકંપ પછી કચ્છને વિકાસની ગતિમાં અવલ જોઈને ડોક્ટર ચંદ્રાએ કચ્છની ખુમારીને બિરદાવી હતી.
આજની યુવા પેઢીનાં માર્ગદર્શક, મોટીવેશન સ્પીકર, જી ટીવી નાં ચેરમેન,હરિયાણા હિસાર નાં સાંસદ,ડોક્ટર શ્રી સુભાષ ચંદ્રા
અે જણાવ્યું હતું. કચ્છનાં સફેદ રણ વિશેની માહિતી ટુરિઝમનાં લાઇસન્સ હોલ્ડર ગાઈડ શંકર ધેડાઅે ખુબજ સુંદર રીતે કચ્છ બતાવ્યું હતું.અને ગાઈડ શંકર ધેડા ની કામગીરી ને બિરદાવી હતી..
