એક લાખ કરતા વધુ સ્વરોજગારના લક્ષ્યાંક ધરાવતા ખાદ્યખુરાક એક્સઝીબિશન – 2022નો આજથી પ્રારંભ
ભારતીય ફૂડને આંતરરાષ્ટ્રિય કક્ષાએ લઇ જવાનું બ્રાન્ડ બનાવવાનું મિશન હાથ ધર્યું છે ભાવનગરનાં હિમાચલ મહેતાએ. જે અંતર્ગત એક લાખ કરતા વધુ સ્વરોજગારના લક્ષ્યાંક ધરાવતા ખાદ્યખુરાક એક્સઝીબિશન – 2022નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. તો આવો જાણીએ શું છે આ ખાદ્યખુરાક એક્સઝીબિશન – 2022
વીસેક વર્ષ પહેલાં ભાવનગરમાં આદિત્ય આઈસક્રીમ વાળા પ્રકાશભાઈ મહેતાને વિચાર આવ્યો કે કશુંક એવું થવું જોઈએ જેનાથી ફૂડ ઉત્પાદક ભલે નાનો હોય કે મોટો તેને લેટેસ્ટ મશીનરીનું જ્ઞાન મળે તેમજ એક એવું પ્લેટફોર્મ બને જ્યાં ફૂડ ઉત્પાદક, રિટેલર, હોલસેલર, ફૂડ મશીનરી ઉત્પાદક, એક્સપોર્ટર બધાં એક સ્થળ પર જ ભેગા થાય અને તે રીતે ફૂડ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થઈ શકે. તે સમયે કોલેજના પહેલા વર્ષમાં ભણતા દીકરા હિમાચલ સાથે તેમણે વાત કરી અને શરૂ થઈ એક રાષ્ટ્રીય લેવલની અનોખી ઇવેન્ટ જે આગળ જતાં આંતરરાષ્ટ્રિય ઇવેન્ટ બની ચૂકી છે તે ઇવેન્ટ એટલે ખાદ્યખુરાક પ્રદર્શની. તા. ૧૫થી ૧૮ ગાંધીનગર ખાતે આ ઇવેન્ટની ૧૯મી એડિશન ૧૨૦૦થી વધુ સ્ટોલ સાથે આયોજિત થઈ છે. આ શ્રેણીમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કદાચ સૌથી મોટી ઇવેન્ટ છે.
આ પ્રદર્શન બેરોજગારો માટે એક નવી તક ઊભી કરે છે.રોજગાર છે તેમને વિકસાવવા ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ આપે છે અને દર વર્ષે આ લક્ષ્યાંક વધતો રહે છે. આ ઇવેન્ટ આગામી 15 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર ગાંધીનગર, હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે . આ ઇવેન્ટના આયોજક હિમાચલ મહેતા કહે છે, શરૂઆત સહેલી ન હતી. કલાકો સુધી સ્ટોલ મેળવવા અલગ અલગ ઓફિસો બહાર બેસી રહેવું, ક્લાયન્ટને સમજાવવા અને તે પછી અમદાવાદમાં માત્ર 55 સ્ટોલ સાથેનું પહેલું એક્સીબિશન કરવું તે પણ ભાવનગરમાં હેડ ક્વાર્ટર રાખીને આ રીતે શરૂઆત થઈ હતી. તે સમયે ગૂગલનો જમાનો નહોતો કે ન હતી આધુનિક સુવિધાઓ, જેનાથી આજે ખાદ્યખુરાક ટીમ સુસજ્જ છે.
નોનવેજ ફૂડને લગતા કોઈ સ્ટોલ ક્યારેય નહી લેવાના
હિમાચલ મહેતાની સ્ટ્રગલ આજના કોઈ પણ યુવાન માટે ઉદાહરરૂપ ગણાય. ઉમરના ચાલીસમાં પડાવે હિમાચલ ભાઈ આજે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કાઠું કાઢી ગયેલ જાયન્ટ ઇવેન્ટના પ્રણેતા અને ઓર્ગેનાઈઝર છે. ઉત્તરોત્તર પ્રગતિના પાયા પાછળ સખત મહેનત અને સતત નવું શીખવા અને આપવાની વૃત્તિના આદર્શને વરેલા આ પિતા પુત્ર વચ્ચે પહેલા જ પ્રદર્શનથી ઘણાં પ્રલોભનો અને તકલીફ છતાં નક્કી હતું કે નોનવેજ ફૂડને લગતા કોઈ સ્ટોલ ક્યારેય નહી લેવાના. ના કોઈ પણ પ્રકારના ફોટા કે જાહેરાત નોનવેજ ફૂડના લેવાની. સ્વદેશી કંપનીઓને પ્રોત્સાહન આપવા અને પ્રમોટ કરવા ફોરેનની કોઈ ડાયરેક્ટ કંપનીને નહિ લેવાની. રાષ્ટ્રીયતાને અગ્રતા ક્રમ અને ભાવનગરમા મળતી હોય તે વસ્તુઓનો વપરાશ કે ભાવનગરના લોકોને પહેલા ચાન્સ આપવો.
55 સ્ટોલથી શરૂ કરેલી સફર 1200 સ્ટોલ સુધી પહોંચેલી
ઓગણીસમા વર્ષે આજે 55 સ્ટોલથી શરૂ કરેલી સફર 1200 સ્ટોલ સુધી પહોંચેલી અને વાઇબ્રન્ટ ગુજરાત પછીની ગુજરાતની બીજી ઇવેન્ટ પહેલા અમદાવાદ અને છેલ્લા છએક વર્ષથી ગાંધીનગરમાં ભલે થતી હોય, હેડ કવાર્ટર ભાવનગર ખીમસિયા એસોસિયેટ્સ જ છે. એક વર્ષ પહેલાંથી થતી બધી તૈયારીઓ અહી બેઠા થાય છે. ત્રણ ત્રણ કિલોમીટર લાંબી ગાડીઓની કતારો, હજારો મહેમાનો, તેમના ઉતારા, સ્ટાફ અન્ય લોકોની વ્યવસ્થા બધામાં પરફેક્ટ પ્લાનિંગ હોય છે.
નેશનલ લેવલનું આ એક અનોખું પ્લેટફોર્મ છે
” ફાર્મ ટુ ફોર્ક” સુધી મશીનરી સેકશન અને ફૂડ પ્રોડક્ટ્સ એમ બે ભાગમાં વહેંચાયેલા આ માત્ર કમર્શિયલ ઇવેન્ટ નથી ભારતીય વ્યંજનને સ્વદેશી રેસિપીને કોમર્શિયલાઈઝ કરવી standardaiz કરવાનો ઉમદા હેતુ પણ ખરો. બે ત્રણ વસ્તુઓને ધ્યાનમાં રાખી સ્ટોલ બુકિંગ લેવામાં આવે છે. લઘુઉધોગ તરીકે ખાદ્ય ખુરાક સાથે જોડાઈ અત્યારે મોટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં પરિવર્તન પામેલી કંપનીઓ અહી હજુ પણ આવે છે . નેશનલ લેવલનું આ એક અનોખું પ્લેટફોર્મ છે જે સ્વાદ રસિયાઓ તો ઠીક પણ આ ફિલ્ડમાં આગળ આવવા માંગતા કોઈ પણ વ્યક્તિ માટે ઘણું મહત્વનું છે.
ખાદ્યખુરાક એક્ઝીબિશનમાં ખાસ ભાવનગરના ચિત્રકારોને તેમણે મોટીવેટ કર્યા તેમની બધીજ વ્યવસ્થા ખાદ્યખૂરાકે કરી છે અને તેમને ફ્રી સ્ટોલ આ પ્રદર્શનમાં આપવામાં આવ્યો છે. જ્યાં લગભગ 200 જેટલા ચિત્રો પ્રદર્શન અને વેંચાણમાં મુકાશે. સીધું ગણિત છે હોટેલ ઇન્ડસ્ટ્રીને ચિત્રો વગેરે ડેકોરેટિવ્ઝની જરૂર સતત પડવાની છે . તેમને રાષ્ટ્રીયકક્ષાના આ પ્રદર્શનમાં પ્લેટફોર્મ આપી હિમાચલ મહેતા જન્મભૂમિ તરફનું ઋણ અદા કરે છે. અહીં આઈસક્રીમ કોન્ફરન્સ અને એવોર્ડ સમારંભ માટે મહેમાનોમાં ભાવનગરના કલાકાર પાર્થિવ ગોહિલ અને ભૂતપૂર્વ મેયર અને ઉભરતા મોડેલ મેહુલભાઈ વડોદરિયા સહિતના અને ભાવનગરના યુવરાજ જયવીરસિંહજી ખાસ મહેમાન તરીકે પધારવાના છે.