*સમાજમાં રહેલા ટીબીના તમામ દર્દીની સમયસર શોધ થાય અને નિયમિત સારવાર મળી રહે તે અંગે બેઠકમાં સુચારું આયોજન કરાયું.
ગાંધીનગર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્રારા ગાંધીનગર મેડિકલ કોલેજના સહયોગ થી મેડીકલ કોલેજના ડિનના અધ્યક્ષ સ્થાને મેડિકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત થયેલ કામગીરી ની ચર્ચા-વિર્મશ કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્રારા દેશમાંથી ટીબી ને નાબૂદ કરવાનું આહવાન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને સમાજમાં રહેલા ટીબીના તમામ દર્દીની સમયસર શોધ થાય અને નિયમિત સારવાર મળી રહે જે અંતર્ગત આજે આ બેઠક યોજાઇ હતી.
અત્યારની કોરોના ની મહામારી માં ટીબીના કેસ ખુબજ ઓછા જોવા મળે છે.આમ જોવા જઈએ તો કોરોના અને ટીબી ના લક્ષણો સરખા છે જો કોરોના નો રિપોર્ટ નેગેટિવ આવે તો ટીબીની તપાસ કરાવવી ફરજીયાત છે. પરંતુ લોકોમાં કોરોના નો ભય ખુબજ વધુ હોવાથી લોકો ટીબીની તપાસ કરાવતા નથી.જેના ભાગ રૂપે મેડિકલ કોલેજ ખાતે તપાસ માટે આવતા લોકોમાં ટીબી ના લક્ષણો હોય તેવા તમામ લોકો ની ટીબી ની તપાસ થાય તે હેતુ થી મેડિકલ કોલેજ ની ઓપીડી વિભાગની કેસ બારી પર જ તપાસ માટે આવેલ દર્દી ના કેસ પર જ લાલ રંગ નો ફાસ્ટ્રેકનો સિક્કો કરવામાં આવશે જેથી ટીબી ના લક્ષણો દેખાતા દર્દી ને ઝડપથી તપાસ કરવામાં આવશે.આ હેતુથી મેડિકલ કોલેજના તમામ વિભાગના વડા સાથે મીટિંગ કરવામાં આવી અને ટીબીના કેસ શોધવા માટે ટીબીના શંકાસ્પદ દર્દી ની તપાસ કરવા જણાવ્યું છે. તેમજ આવનારા સમયમાં ટીબીની સારવાર પૂર્ણ થઈ ગયેલ હોય તેવા દર્દી ને યોગા વિશે માહિતી અને ટ્રેનિંગ આપવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે.