Gandhinagar : માંડવી તાલુકા ના દુર્ગાપુરમાં 16 લોકોને બચાવનાર માંડવીના બે પોલીસકર્મીઓને શ્રેષ્ઠા પુરસ્કાર અપાયા
Gandhinagar : પશ્ચિમ કચ્છના માંડવી પોલીસ મથકે ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓની ગાંધીનગર ખાતે આયોજિત શોર્યનો રંગ ખાખી અંતર્ગત શ્રેષ્ઠ માનવતાવાદી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.જેઓને મહાત્મા મંદિર ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા.
Gandhinagar : આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને ખાખી નું મહત્વ અને ગુજરાત પોલીસની સેવાને બિરદાવી હતી.
Gandhinagar : માંડવી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મેહુલકુમાર પ્રવીણચંદ્ર જોષી અને કોન્સ્ટેબલ રામભાઈ ખીમરાજભાઈ નાંઘાણની શ્રેષ્ઠ માનવતાવાદી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી . કચ્છમાં આવેલા વિનાશક બિપરજોય વાવાઝોડા દરમિયાન માંડવીના દુર્ગાપુર વાડી વિસ્તારમાં ફસાયેલા 16 લોકોને બચાવવાની શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હતી.
Gandhinagar : વાવાઝોડામાં ઘરના પતરા ઉડી ગયા બાદ વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવવા પોલીસકર્મીઓ બે કિલોમીટર સુધી કમરડૂબ પાણીમાં ચાલી સ્થાનિકે પહોચ્યા હતા.ત્યારબાદ ફસાયેલા તમામા લોકોને સુરક્ષિત રેસ્ક્યુ કરી શિરવા શેલ્ટર હોમ ખાતે લઇ જવાયા હતા.આ ઉપરાંત વાવાઝોડા બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા આવનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના બંદોબસ્તની ટૂંકા સમયગાળામાં તાબડતોડ તૈયારી કરી હતી.જે શ્રેષ્ઠ કામગીરી બદલ પશ્ચિમ કચ્છના માંડવી પોલીસ મથકના બન્ને પોલીસકર્મીઓને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે શોર્યનો રંગ ખાખી અંતર્ગત શ્રેષ્ઠ માનવતાવાદી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Gandhinagar : શૌર્યનો રંગ ખાખી કાર્યક્રમમાં ગૌરવવંતી ગુજરાત પોલીસનું ગૌરવ વધારતા પોલીસ અધિકારીઓને સન્માનિત કરાયા શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ દ્વારા કરાયું CM ભુપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ શ્રી સિદ્ધિ ગ્રુપના MD જસ્મિનભાઈ પટેલ દ્વારા કરાયું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કરાયું
Gandhinagar : ગુજરાતને સલામત બનાવવામાં પોલીસની છે મુખ્ય ભૂમિકા – CM Bhupendra Patel
શૌર્યનો રંગ ખાખી કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી. આ દરમિયાન તેમણે પોતાના નિવેદનમાં ગુજરાતના પોલીસ જવાનોના ખૂબ જ વખાણ કર્યા. જોકે, આ પહેલા તેમણે કાર્યક્રમમાં હાજર સૌ મહાનુંભાવોનું અભિવાદન કર્યું.
છેલ્લા 2 વર્ષમાં ગુજરાત પોલીસે નવો ઇતિહાસ રચ્યો છે: HM Harsh Sanghvi
તેમણે કહ્યું કે પોલીસ પાસે માત્ર નાના બાળકોને ડરાવવાનું કામ નથી કરવાનું પણ અનેક કામગિરીમાં પોલીસે વિશેષ કામગિરી કરી છે તેનું આજે સન્માન થયું છે. આપણે હંમેશા એવું સાંભળીએ છે કે ગુનેગારોને સજા થવામાં વર્ષો લાગે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે નવો ચીલો ચાતર્યો છે. આપણે ઘણા કેસ જોયા. પોલીસે સુરતના પુણામાં, સુરત, ભાવનગરમાં દુષ્કર્મના આરોપીને પકડીને 60 દિવસમાં જેલની પાછળ ધકેલ્યા છે. ઘણાને ફાંસી થઇ. ભાવનગરના કેસમાં 1 દિવસમાં ચાર્જશીટ થઇ અને ગુનેગારોને આજીવન કેદની સજા થઇ. આ માટે પોલીસવડા અને તેમની ટીમને અભિનંદન છે.