Gandhidham / ગાંધીધામ ખાતે ફ્રી મેમોગ્રાફી કેમ્પનુ઼ આયોજન કરાયું

Gandhidham : અરાઇઝ ફાઉન્ડેશન તેમજ રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા ગાંધીધામ ખાતે ફ્રી મેમોગ્રાફી કેમ્પનુ઼ આયોજન કરાયું

Gandhidham / અરાઇઝ ફાઉન્ડેશન દ્વારા રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટની સામે મળીને મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સરની તપાસ અર્થે ફ્રી મેમોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. સમગ્ર ડીસેમ્બર માસમાં આ કેમ્પ કાર્યરત રખાયો હતો જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ફ્રી મેમોગ્રાફી ચેકઅપ કરાવી બ્રેસ્ટ કેન્સર અંગેની માહિતી મેળવી હતી.

Gandhidham / આપણે સૌ જાણીએ છીએ કે પ્રથમ તબક્કામાં જ બ્રેસ્ટ કેન્સરની જાણ થાય તો આ રોગને ઉપચાર ઉપલબ્ધ છે. એ જ આશયથી મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સરના પરીક્ષણ માટે સમગ્ર ડીસેમ્બર માસ દરમ્યાન ફ્રી મેમોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ઼. જેમાં અંદાજે 50થી વધુ મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ પરીક્ષણ માટે ડો. પ્રિયાંશ ઠક્કર (પ્રાર્થના ડાયગ્નોસ્ટીક્સ) તથા તેમની ટીમનો સહકાર સાંપડયો હતો.

Gandhidham / આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા તથા વધુને વધુ મહિલાઓ આ ફ્રી પરીક્ષણનો લાભ મેળવી શકે તે માટે અરાઇઝ ફાઉન્ડેશનના ફાઉન્ડર ડો. કાયનાત અંસારી આથા, ચૈતાલી વસા, મીનાક્ષી ત્યાગીએ જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *