GAMBHIRA BRIDGE COLLAPSE : ગત 9 જૂલાઇ ગંભીરા બ્રિજ દુર્ઘટના માં સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે, 7 દિવસમાં બ્રિજ પરથી ટેન્કર હટાવી દેવાશે.

GAMBHIRA BRIDGE COLLAPSE : ગત 9 જૂલાઇ ગંભીરા બ્રિજ દુર્ઘટના માં સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે, 7 દિવસમાં બ્રિજ પરથી ટેન્કર હટાવી દેવાશે.

GAMBHIRA BRIDGE COLLAPES
GAMBHIRA BRIDGE COLLAPSE

GAMBHIRA BRIDGE COLLAPSE : ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યાં હતા. હાલ બ્રિજ પર લટકી રહેલું ટેન્કર સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ આ ટેન્કર આટલા લાંબા સમયથી લટકતું હોવાથી સરકાર અને તંત્રને સતત ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટેન્કર વહેલી તકે બ્રિજ પરથી હટાવવા અધિકારીઓને કડક સુચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે (1 ઓગસ્ટ,2025) વહેલી સવારથી નિષ્ણાંતોની ટીમ ટેન્કર હટાવવા માટે કામે લાગી છે. કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે ડ્રોન મારફતે અધિકારીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જોકે, આ મામલે આણંદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આ બ્રિજનું એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર પર કોઈપણ પ્રકારની હેવી મશીનરી લઈને આપણે ટેન્કરને બહાર કાઢી શકાય તેમ નથી, જેથી બલુન ટેકનોલોજીથી સાત દિવસની અંદર એ ત્યાંથી ટેન્કર હટાવી દેવામાં આવશે.

GAMBHIRA BRIDGE COLLAPSE : ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડેડ 4 અધિકારીઓ તથા એક રિટાયર્ડ અધિકારી વિરૂદ્ધ અપ્રમાણસર મિલકત અને સત્તાના દૂર ઉપયોગ મામલે તપાસ કરવા સરકાર તરફથી મંજૂરી મળતા ACB તરફથી સીટની રચના કરવામાં આવી છે.

આજરોજ ACB નાયબ નિયામક કચેરીએ રચના કરવામાં આવેલી SITના સભ્યોની મિટિંગ નાયબ નિયામક પી.એચ. ભેસણીયાના અધ્યક્ષસ્થાને લેવામાં આવી હતી અને આગળ કરવામાં આવતી તપાસની પ્લાન ઓફ એક્શનની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

GAMBHIRA BRIDGE  COLLAPES
GAMBHIRA BRIDGE COLLAPSE
  • મકરંદ ચૌહાણ, સંયુક્ત નિયામક, ACB વડી કચેરી (અધ્યક્ષ)
  • પી.એચ. ભેસાણીયા, નાયબ નિયામક, ACB વડોદરા (સભ્ય)
  • એ.એન. પ્રજાપતિ, PI, વડોદરા શહેર ACB પો.સ્ટેશન (સભ્ય)
  • આર.બી. પ્રજાપતિ, રીડર PI ACB વડોદરા એકમ (સભ્ય)
  • એ.જે. ચૌહાણ, PI, વડોદરા ગ્રામ્ય ACB પો.સ્ટેશન (સભ્ય)
  • એમ.જે. સિંદે, PI, ભરૂચ ACB પો. સ્ટેશન (સભ્ય)

GAMBHIRA BRIDGE COLLAPSE : ગત તા. 9 જૂલાઇની વહેલી સવારે મુજપુર-ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડતા 20 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા. જ્યારે હજી સુધી નરસિંહપુરા ગામમાં રહેતા વિક્રમસિંહ પઢીયારનો હજી કોઇ પત્તો મળ્યો નથી. બીજી તરફ બ્રિજ પર લટકી રહેલી ટેન્કર હવે સરકાર અને તંત્ર માટે માથાનો દુખાવો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.

આ ટેન્કર ઉતારવા માટે 10થી વધુ નિષ્ણાતોની ટીમ તમામ જરૂરી સેફટી સાધનો સાથે ખડેપગે છે. આ ટેન્કરને કાઢવા માટે જરૂરી સપોર્ટ લગાવવામાં આવી રહ્યો છે. પૂરતી તકેદારી સાથે નિષ્ણાતોની ટીમ કામ કરી રહી છે. બ્રિજ પર લટકી રહેલું ટેન્કર સ્થળ પરથી હટાવવા માટે તમામ જવાબદારી આણંદ કલેકટરને સોંપવામાં આવી છે.

આણંદ જિલ્લા કલેકટર પ્રવિણ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ બ્રિજનું એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર પર કોઈપણ પ્રકારની હેવી મશીનરી લઈને આપણે ટેન્કરને બહાર કાઢી શકાય તેમ નથી, જેથી રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ તરફથી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપના મરીન ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા આ ટેન્કરને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવશે. કંપનીના માણસોએ સર્વે કરી લીધો છે.

GAMBHIRA BRIDGE COLLAPSE : ટેન્કર બહાર કાઢવામાં ચારથી પાંચ દિવસ કે એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. ચારથી પાંચ દિવસ બ્રિજ ઉપર જે પહેલા રીગિંગની એક્ટિવિટી કરવાની છે. રીગિંગ કર્યા પછી એ બલુન ટેકનોલોજીથી સાત દિવસની અંદર એ ત્યાંથી ટેન્કર હટાવી દેવામાં આવશે.

GAMBHIRA  BRIDGE COLLAPES
GAMBHIRA BRIDGE COLLAPSE

GAMBHIRA BRIDGE COLLAPSE : 9 જુલાઈના બ્રિજ દુર્ઘટના બની તે દિવસે સવારથી લઈ રાત્રિ સુધીમાં નદીમાંથી 13 મૃતદેહ મળ્યા હતા. ત્યાર બાદ 10 જુલાઈના પૂનમ હોઈ, મહીમાં ભરતીના પાણી આવતાં રેસ્ક્યૂ કામગીરીને અસર પડી હતી, જોકે ઓટ આવ્યા બાદ રેસ્ક્યૂ કામગીરી યથાવત્ રખાતાં વધુ 5 મૃતદેહ મળતાં મૃત્યુઆંક 18 થયો હતો. ત્યાર બાદ 11 જુલાઈના રોજ 2 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે જ 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કઢાઈ હતી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *