AI Features for Gmail: ગુગલે જાહેરાત કરી છે કે તેના જીમેલમાં એક નવું એઆઈ-સંચાલિત ફિચર આવવાનું છે જેનું નામ હશે- હેલ્પમી રાઈટ
ગુગલે કરી જાહેરાત
ઈમેલનું વર્તમાન સ્વરૂપ દાયકાઓથી એક જેવું જ છે. મેઈલ ખોલો ટાઈપ કરો અને સેન્ડ કરી દો. પરંતુ હવે ઈ મેઈલની દુનિયા બદલાવવા જઈ રહી છે. કારણ કે તેમાં પણ આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સનો પ્રવેશ થઈ ચુક્યો છે અને હવે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ આવી ગયું તો ઘણું બધુ કામ મશીન જ કરશે અને આજ થશે ઈ મેઈલમાં જ્યાં તમને કોઈ ઈમેલ લખવામાં કોઈ સમસ્યા નથી થાય. મશીન જ તમારૂ દરેક કામ કરી દેશે. બસ તમારે જરાક ઈશારો કરવો પડશે.
Gmail જી-મેઈલની શરૂઆત
આ કડીમાં હવે ગુગલે એલાન કર્યું છે કે તેના જી-મેઈલમાં એક નવું એઆઈ-સંચાલિત ફિચર આવવાનું છે જેનું નામ હશે- હેલ્પ મી રાઈટ એટલે કે “મને લખવામાં મદદ કરો.” જેવું કે નામથી ખબર પડે છે આ સુવિધા યુઝર્સને મેઈલ લખવામાં મદદ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે.
ઈમેલમાં ક્રાંતિ
દુનિયાભરમાં જીમેલના 1.8 બિલિયન સક્રિય યુઝર્સ છે. હેલ્પ મી રાઈટ, દુનિયાના ઈમેલના માધ્યમથી કમ્યુનિકેટ કરવાની રીત પર એક મોટો પ્રભાવ નાખવા માટે તૈયાર છે. આટલું તો નક્કી છે કે મેઈલ સુવિધા પ્રદાન કરનાર અન્ય સેવાઓમાં જલ્દી જ બીજા નવા ફેરફાર સામે આવશે. તેમાં માઈક્રોસોફ્ટ પોતાના આઉટલુક મેલમાં શું નવું મુકે છે તે જોવું રોચક રહેશે.
આ કઈ રીતે કરશે કામ?
હેલ્પ મી રાઈટ ફિચર કઈ રીતે કામ કરશે તેનો ખુલાસો કરતા ગુગલની કોન્ફરન્સમાં એક ઉદાહરણ દર્શાવવામાં આવ્યું. ગુગલે ઈવેન્ટમાં પોતાના ડેમોમાં સુંદર પિચાઈને રદ્દ કરેલી ઉડાન માટે એક એરલાઈનથી પૂર્ણ રિફિંડ માટે એક ઈમેલનું ફોર્મેટ તૈયાર કપવા માટે હેલ્પ મી રાઈટનો ઉપયોગ કર્યો.
આ પણ વાંચો : 12 MAY ના રોજ PM નરેન્દ્ર મોદી એક દિવસ ગુજરાતની મુલાકાતે
પ્રેજન્ટેશન અનુસાર, સેન્ડ બટનના બાજુમાં એક પેન્સિલ અને બોર્ડ સ્પાર્કલ વાળું એક આઈકન જોવા મળશે. જ્યારે આઈકન પર ક્લિક કરવામાં આવે છે તો યુઝરના સામે એક બોક્સ ખુલશે જેમાં તે અમુક શબ્દો લખે છે કે તેમને શું મેઈલ લખવા માંગે છે. ડેમોમાં એક યુઝરને એક એરલાઈનને મેઈલ લખતા દર્શાવવામાં આવ્યા છે. જે રિફંડની માંગ કરી રહ્યા હતા. યુઝર્સે પ્રોમ્પ્ટ સબમિટ કરી કે “રદ્દ ઉડાન માટે પૂર્ણ રિફંડ માંગો” બસ, હેલ્પ મી રાઈટે યુઝરનો આખો મેઈલ સેકન્ડોમાં લખી નાખ્યો.