રાજુલા એસ.ટી. ડેપોમાંથી મુસાફર નો મોબાઇલ સેરવી લેનાર શખ્સ પકડાયો

રાજુલાના એસટી ડેપોમાં મુસાફરનો મોબાઇલ સેરવી જનાર શખ્સને ગણતરીની કલાકોમાં પકડી પાડેલ છે.

રાજુલા એસટી ડેપોમાં કોડીનાર વડોદરા જતી બસમાં જતા અતુલભાઇ દુર્લભભાઈ જોશી હાલ મુંબઈ નોકરી કરે છે તેઓ બસમાં ચડતા હતા તે સમયે ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યા શખ્સે તેના ખીચામાંથી 15,000 નો જ્ઞાાજ્ઞ કંપનીનો મોબાઇલ સેરવી લીધો હતો જે રાજુલા પોલીસમાં ઈએફઆઈઆર દ્વારા દાખલ થયેલ આ અંગે ખરાઈ થતાં આઇપીસી કલમ 379 ગુનો નોંધાયેલ.

રાજુલા પોલીસ ટીમ બનાવી તપાસ હાથ ધરી વડલી રોડ મફતપરા વિસ્તારમાં એક ઈસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ તેમની પૂછપરછ અને તલાસી લેતા તેમની પાસેથી ચોરાયેલ મોબાઈલ ફોન મળી આવેલ આ શખ્સ ભીખાભાઈ ઉકાભાઇ ભાલીયા ઉંમર વર્ષ 48 ધંધો મજૂરી રહે વડલી રોડ મફત પરા તેમની ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઇ જે.એન.પરમાર પીએસઆઇ રાધનપરા ટાઉનબિટ ઇન્ચાર્જ ભરતભાઈ મુહાભાઈ વાળા મુકેશભાઈ ગાજીપરા સર્વેલેન્સ સ્કોડેના હરપાલસિંહ ગોહિલ ઘનશ્યામભાઈ મહેતા ભરતસિંહ ગોહિલ તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે અને ગણતરીની કલાકમાં ગુનાને ડિટેક્ટ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *