1 જુલાઈથી ઘણા મોટા ફેરફાર કરવા જઈ રહી છે, જેમાં ATMથી માંડીને ચેક બુક અને બ્રાન્ચ માંથી પૈસાની લેણદેણ માટેના નિયમોમાં ઘણા મોટા ફેરફાર….
SBI એ જાહેર કરેલા નવા નિયમો મુજબ શાખા અને ATMમાંથી હવે બેંક દ્વારા ફિક્સ કરેલી રકમ જ ઉપાડી શકાશે. હાલ કોઈ પ્રકારની લિમિટ છે નહીં, પણ 1 જુલાઇથી તેના પર ચાર્જ લગાડવામાં આવશે. 1 જુલાઇથી 15 રૂપિયા પ્લસ GST ચાર્જ લાગશે. જેમાં ચાર વાર પૈસા ઉપાડ્યા બાદ આ ચાર્જ લાગુ પડશે. આ ચાર્જ SBI ના ATMની સાથે સાથે બીજા કોઈ પણ ATM માંથી પૈસા ઉપાડતી વખતે આ ચાર્જિસ ચૂકવવા લાગુ પડશે.
1 જુલાઈ, 2021 થી SBI તેના બીએસબીડી ખાતાધારકો માટે પણ ચેક લીફના ઉપયોગને મર્યાદિત કરશે. જુલાઈ 1 થી અમલમાં આવેલા SBI ના નવા નિયમો મુજબ, ચેક બુકના ચાર્જ અંગે એવું કહેવામાં આવ્યું છે કે કોઈપણ ચાર્જ વિના નાણાકીય વર્ષમાં ફક્ત 10 ચેક લીફનો ઉપયોગ કરી શકાય છે. એસબીઆઇ બીએસબીડી ખાતાધારકને નાણાકીય વર્ષમાં માત્ર 10 ચેક લીફનો ઉપયોગ કરવાની છૂટ છે. આ મર્યાદાથી વધુ ચેક લીફના ઉપયોગ પર ચોક્કસ ચાર્જ લાગુ પાડવામાં આવશે.
1 જુલાઇ 2021થી SBI પોતાના ગ્રાહકો પાસે લીફ ચેક પર પણ ચાર્જ વસૂલ કરશે. આ અર્થમાં જો તમે લીફ ચેકની લિમિટ પાર કરી દો છો તો પછીના 10 ચેક લીફ પર 40 રૂપિયા GST સાથે આપવા પડશે. તેના પછીના 25 ચેક લીફ પર 75 રૂપિયા GST સાથે આપવા પડશે. સાથે જ કોઈ આકસ્મિક સંજોગોમાં ચેકબુક માટે 50 રૂપિયા GST સાથે ચૂકવવા પડશે. આ બધા જ ચાર્જિસમાં વરિષ્ઠ નાગરિકો માટે ચેકબુકના ઉપયોગ માટે કોઈ પણ પ્રકારના ચાર્જ આપવાનો રહેશે નહીં.