જનકલ્યાણ મેડિકલ સોસાયટીના 31 માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે રવિવારે નિ:શુલ્ક મેડિકલ નિદાન કેમ્પ યોજાશે.
માંડવી શહેર અને તાલુકાના સમસ્ત બ્રહ્મસમાજને લાભ લેવા ઇજન.
ઇ.સી.જી.અને બ્લડ સુગર નિ:શુલ્ક કરી અપાશે જ્યારે દવામાં 50% રાહત અપાશે.
માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર – માંડવીના 31 માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે, તા. ૨૦/૦૮ને રવિવારના સવારના ૯ થી ૧ વાગ્યા દરમિયાન, નિ:શુલ્ક મેઘા મેડિકલ નિદાન કેમ્પ યોજાશે.
સંસ્થાના પ્રમુખશ્રી કિરણભાઈ સંઘવી અને ટ્રસ્ટી તથા સંસ્થાના પ્રવક્તા દિનેશભાઈ શાહે આ કેમ્પ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કેમ્પમાં ડાયાબિટીસ – શ્વાસ – હ્રદય અને બ્લડ પ્રેશર ના ડો. ભાવિન રાઠોડ, લીવર અને આંતરડાના રોગો માટે ડો. સુરેશ હિરાણી, તમામ પ્રકારની સર્જરીના લેપ્રોસ્કોપી અને સર્જન ડો. શ્યામ ત્રિવેદી, સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. ચામીૅ પવાણી, કાન – નાક – ગળાના સર્જન ડો. રશ્મિબેન સોરઠીયા, દાંતના ડો. હીમાબેન રાઠોડ, માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી ઇન ન્યુરોલોજી ડો. જીનલબેન આથા અને ડો. ગુંજન મોતા સેવા આપશે.
આ કેમ્પમાં ઇ.સી.જી.તથા બ્લડ સુગર ની:શુલ્ક કરી અપાશે. દવામાં પણ ૫૦ ટકા રાહત અપાશે. દરેક પ્રકારના ઓપરેશનો રાહત ભાવે કરી અપાશે. નિદાન કેમ્પમાં જે દર્દીઓની તપાસ દરમિયાન એન્જીઓગ્રાફી, એનજીઓપ્લાસ્ટિ, કેન્સરના ઓપરેશન, કીમીયોથેરાપી, રેડિયોથેરાપી તથા પથરીના ઓપરેશન આયુષ્માન ભારતકાર્ડ અંતર્ગત ગાંધીધામ સ્ટર્લીંગ હોસ્પિટલ મધ્યે નિ:શુલ્ક કરી આપવામાં આવશે.
આયોજન શ્રી માંડવી શહેર / તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ તરફથી કરવામાં આવેલ છે. મર્યાદિત દર્દીઓ લેવાના હોવાથી રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર 7990099010 ઉપર સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.
વધુ વિગત માટે શ્રીમતી અપર્ણાબેન વ્યાસનો મો. 9427567030,શ્રીમતી પલ્લવીબેન દવે મો. 9428829827, શ્રીમતી ચંદ્રિકાબેન મહેતા મો. 787976712, શ્રીમતી શિલ્પાબેન નાથાણી મો. 9687330875, શ્રીમતી સંગીતાબેન ઠાકર મો. 9925799280 અને હર્ષિકાબેન ગોર મો. 9879121238 નો સંપર્ક કરવા સંસ્થાના ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ ને સહમંત્રી મહેશભાઈ કંસારા એ જણાવ્યું છે.