ટી-20 વર્લ્ડકપ 2021માં ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલમાં પહોચી શકી નહતી. કેપ્ટન વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટ પહેલા જ ટી-20 ફોર્મેટની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી દીધી હતી. હેડ કોચ રવિ શાસ્ત્રીનો પણ કોન્ટ્રાક્ટ આ ટૂર્નામેન્ટની સાથે ખતમ થઇ ગયો હતો. તે બાદ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને રાહુલ દ્રવિડને હેડ કોચ બનાવવામાં આવ્યો હતો. ટીમે સપ્ટેમ્બર પહેલા જોરદાર પ્રદર્શન પણ કર્યુ હતુ. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ ટી-20 ફોર્મેટમાં ઘણી મેચ જીતી હતી પરંતુ એશિયા કપ 2022 ટીમ ઇન્ડિયા માટે આંખો ખોલનાર રહ્યુ હતુ.
જસપ્રિત બુમરાહ વગર ટીમ ઇન્ડિયાનો બોલિંગ એટેક બેકાર જોવા મળ્યો હતો. ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર આરપી સિંહે કહ્યુ કે જે રીતે ટીમ ઇન્ડિયા એશિયા કપમાં રમ્યુ અને હવે ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સીરિઝની પ્રથમ મેચમાં પણ હાર મળી આ બધુ તેમની માટે પોઝિટિવ સાઇન નથી.
આરપી સિંહે કહ્યુ, ટી-20 વર્લ્ડકપ પહેલા આ સારા સંકેત નથી. જ્યારે અમે એશિયા કપમાં સારૂ નથી કરી શકતા, તો અમને લાગતુ હતુ કે અમારી પાસે હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહ નહતા, માટે અમે સારૂ પ્રદર્શન ના કરી શક્યા. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હર્ષલ પટેલે વાપસી કરી હતી પરંતુ અમે છતા પણ હારી ગયા. જસપ્રીત બુમરાહ જ્યારે વાપસી કરશે તો એવુ બની શકે કે તેની પણ પિટાઇ થાય.
આરપી સિંહે કહ્યુ, તો અમે પોતાના સ્ટાર ક્રિકેટરો પાસે એવી આશા નથી કરી શકતા કે તે ઇજામાંથી પરત ફરશે અને આવતા જ અમને મેચ જીતાડી દેશે. મેનેજમેન્ટે તે ખેલાડીઓનો ઉપયોગ કરવો જોઇએ, જે ઉપલબ્ધ છે, કારણ કે અમે સતત મેચ હારી રહ્યા છીએ. ટી-20 વર્લ્ડકપ જેમ જેમ નજીક આવી રહ્યો છે ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ખરાબ થઇ રહ્યુ છે. મહત્વપૂર્ણ છે કે ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છએ.