FIRING IN BOPAL 1 KILLED : બોપલમાં ફાયરિંગથી શેરબ્રોકરનું મોત, રાત્રે કારથી 2 શખ્સો મળવા આવેલા..

FIRING IN BOPAL 1 KILLED : બોપલમાં ફાયરિંગથી શેરબ્રોકરનું મોત, રાત્રે કારથી 2 શખ્સો મળવા આવેલા..

FIRING  IN BOPAL 1 KILLED
FIRING IN BOPAL 1 KILLED

FIRING IN BOPAL 1 KILLED : અમદાવાદના બોપલ વિસ્તારમાં મંગળવાર (5 ઓગસ્ટે) રાત્રિના 10 વાગ્યામાં બનેલી ફાયરિંગની ઘટનામાં ગોળી વાગતા એકનું મોત નિપજ્યું છે. મૂળ રાજકોટના અને હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા અને શેરબોર્કિગંના વ્યવસ્થા સાથે સંકળાયેલા કલ્પેશ ટુંડિયાને લમણાના ભાગે ગોળી વાગતો લોહીલુહાણ હાલતમાં સરસ્વતી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં વધુ સારવાર મળે તે પહેલા તેઓનું મોત નિપજ્યું છે.

ફાયરિંગનો બનાવ બન્યો તે પહેલા કલ્પેશ ટુંડિયાના ઘર પર બે લોકો મળવા માટે આવ્યા હતા. તેઓ સાથે મુલાકાત કર્યા બાદ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગના બનાવ બાદ પોલીસને હથિયાર ન મળતા આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈ રહસ્ય ઘેરાયું છે. બોપલ પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

FIRING IN BOPAL 1 KILLED
FIRING IN BOPAL 1 KILLED

FIRING IN BOPAL 1 KILLED : અમદાવાદના બોપલ વિસ્તારમાં ગઈ રાત્રિએ ફાયરિંગનો બનાવ બન્યો છે. બે રાઉન્ડ ફાયરિંગ થતાં કબીર એન્કલેવમાં રહેતા કલ્પેશ ટુંડિયા નામના યુવકના માથાના ભાગે ગોળી વાગતાં લોહીલુહાણ હાલતમાં વકીલ સાહેબ બ્રિજ નજીક આવેલી સરસ્વતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.

આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો? એને લઈ પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે, મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળતાં પોલીસ બીજા એન્ગલથી પણ તપાસ કરી રહી છે. બનાવની પ્રાથમિક તપાસમાં પૈસાની લેતીદેતી કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી મુજબ કલ્પેશ ટુંડિયાને રાત્રિના સમયે બે લોકો મળવા માટે આવ્યા હતા. ત્યારબાદ તેઓ મળીને નીચે ઉતર્યા હતા. થોડીવારમાં કલ્પેશ ટુંડિયા ઉપર ગયા હતા અને ફાયરિંગનો અવાજઆવતા દીકરી અને જે બે લોકો મળવા આવ્યા હતા તેઓ ઉપર ગયા હતા. ત્યારે કલ્પેશ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા.

FIRING IN BOPAL 1  KILLED
FIRING IN BOPAL 1 KILLED

પોલીસને હજી સુધી હથિયાર મળ્યું નથી. આ બનાવમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે જે બે લોકો મુલાકાત માટે આવ્યા હતા તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

મૃતકના જમણી બાજુના લમણે ગોળી વાગેલી છે. આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો? એને લઈ રહસ્ય ઘેરાયું છે. જે હથિયારમાંથી ફાયરિંગ કરાયું છે એ પણ ઘટનાસ્થળેથી ન મળતાં તર્કવિતર્ક સર્જાયા છે. બોપલ પોલીસે આ મામલે હજી ગુનો નોંધ્યો નથી. FSL અને PMના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

ફાયરિંગના બનાવમાં મૃત્યુ પામેલા કલ્પેશ ટુંડિયા મૂળ રાજકોટના રહેવાસી છે અને અમદાવાદમાં શેર બ્રોકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ અમદાવાદમાં પત્ની અને દીકરી સાથે રહેતા હતા.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *