રાજકોટમાં મેયર જાહેર થતાની ઉજવણી દરમિયાન આગ લાગતા અફરાતફરી મચી

રાજકોટ :

રાજકોટ જીલ્લાના 21માં મેયર તરીકે ડૉ. પ્રદિપ ડવએ ચાર્જ સંભાળ્યો છે. પ્રદીપ ડવએ યુવા અને શિક્ષિત નેતા તરીકે રાજકોટ ભાજપમાં આગવું સ્થાન ધરાવે છે. પ્રદીપ ડવએ મેયરનો ચાર્જ સંભાળતા અગાઉ ચેમ્બરમાં પૂજા અર્ચના કરી શહેર ભાજપ આગેવાનોના આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ ચાર્જ સંભાળ્યો હતો. જો કે પ્રદિપ ડવની મેયર બનવાની ઉજવણીમાં ફટાકડા ફોડતા સમયએ આગ લાગી હતી.

. રાજકોટ જિલ્લાના 21માં મેયર તરીકે ડૉ. પ્રદિપ ડવનું નામ જાહેર થતા ઉજવણી સમયે ફટાકડા ફોડતા સમયે મહાનગરપાલિકા નજીક આવેલા ઈલેક્ટ્રીક ટ્રાન્સપોર્ટર નીચે આ આગ લાગી હતી. જે દરમિયાન અહીં નીચે પડેલો કચરો સળગ્યો હતો. જેથી તાત્કાલિક ફાયર વિભાગ દ્વારા આગ ઓલવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *