Film : ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિંદી રિમેક બનશે

ગુજરાતી ફિલ્મ (Film) ‘વશ’ની હિંદી રિમેક બનવા જઈ રહી છે અને એ ફિલ્મમાં અજય દેવગણ અને આર માધવન પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે

છેલ્લા ઘણા સમયથી બૉલીવુડમાં અલગ અલગ રિજિયન સિનેમાની ફિલ્મોની હિંદી રિમેક બનાવતુ આવ્યું છે એવામાં હાલ સમાચાર મળ્યા છે કે ગુજરાતી (Film) ફિલ્મ ‘વશ’ની હિંદી રિમેક બનવા જઈ રહી છે અને એ ફિલ્મમાં અજય દેવગણ અને આર માધવન પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

ગુજરાતી (Film) ફિલ્મ ‘વશ’ની બનશે હિંદી રિમેક

આ બંને સ્ટાર બંને ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેકમાં સાથે જોવા મળવાના છે અને રિપોર્ટ અનુસાર ફિલ્મનું શૂટિંગ જૂનમાં શરૂ થશે. આ ફિલ્મનું નિર્દેશન વિકાસ બહલ કરશે. ચાહકો બંનેને સાથે જોવા માટે ઉત્સુક છે. અજય દેવગણ ફરી એકવાર હોરર-થ્રિલર શૈલીમાં પરત ફરવા માટે તૈયાર છે. આ સાથે જ ફિલ્મ જોવા માટે દરેક ગુજરાતી પણ ખૂબ ઉત્સુક છે.

વશ’ની રિમેકમાં જોવા મળશે અજય દેવગણ અને આર માધવન

એ વાત નોંધનીય છે કે ‘કૈથી’ અને ‘દ્રશ્યમ’ની રિમેક બાદ અજય દેવગણ હવે આર માધવન સાથે નવી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. વર્ષ 2023માં રીલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેક બનવા જઈ રહી છે. ફિલ્મ ‘વશ’ એક સાયકોથ્રિલર કેટેગરીની છે જે હવે હિન્દીમાં રિલીઝ થશે. આ આગામી (Film) ફિલ્મમાં આર માધવન પણ પહેલીવાર અજય દેવગણ સાથે જોવા મળશે. અજય દેવગણની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભોલા’એ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો પરંતુ અજય દેવગણની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.

UP નગર નિગમમાં BJP ભાજપનો ડંકો, 17 નગર નિગમ, 166 નગર પંચાયતોમાં આગળ

અજય દેવગણ ફિલ્મ ‘વશ’ની રિમેક પ્રોડ્યુસ પણ કરશે

જણાવી દઈએ કે અજય દેવગણ ગુજરાતી ફિલ્મ (Film) ‘વશ’ની રિમેક પ્રોડ્યુસ પણ કરશે. ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. આ ફિલ્મની રીમેકનું શૂટિંગ મુંબઈ, મસૂરી અને લંડનમાં થશે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ બોક્સ ઓફિસ પર ‘દ્રશ્યમ 2’ કરતા વધુ સારો બિઝનેસ કરી શકે છે.

ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને આર માધવન અને અજય દેવગણની આગામી ફિલ્મ વિશે જાણકારી આપી છે. તેણે લખ્યું, ‘માધવન અજયની સુપરનેચરલ થ્રિલર ફિલ્મ સાથે જોડાયો છે. વિકાસની સુપરનેચરલ થ્રિલરમાં બંને પહેલીવાર સાથે જોવા મળશે અને ફિલ્મનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *