અંજાર પોલીસ સ્ટેશન બહાર બે પક્ષો વચ્ચે મારામારી

અંજાર તાલુકાના મેઘપર-કુંભારડીમાં રહેતા બે પક્ષોએ પોલીસ મથક બહાર છરી વડે હુમલો કરતા બે ઘવાયા હતા. મેઘપર કુંભારડીના સાહિત્યનગર બાજુના બે પક્ષ વચ્ચે કોઈ મુદ્દે ડખ્ખો થયો હતો. જેની પોલીસ ફરિયાદ કરવા બન્ને પક્ષો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જયાં કોઈ મુદ્દે પોલીસ મથકની બહાર ડખ્ખો થયો હતો. જયાં નંદુ મંછારામ અટલ (ઉ.વ.૪ર) અને ધર્મેન્દ્ર ચૌધરીએ એકબીજા ઉપર છરી વડે હુમલો કરતા પોલીસ મથકની બહાર દોડધામ થઈ પડી હતી. મારામારીના બનાવમાં નંદુ અને ધર્મેન્દ્રને ઈજાઓ પહોંચી હતી. જેમાં એકને ગાંધીધામ તો બીજા ઘાયલ શખ્સને ભુજ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *