ફતેપુરાથી પાટવેલ જતા રસ્તા ઉપર પીપલારા નદીના પુલ નીચેથી વલુંડા ગામના પુરૂષની લાશ મળી આવી.ફતેપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી. આજરોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે પુરા થી પાટવેલ જવાના રસ્તા ઉપર આવેલ પીપલારા નદીના પુલ નીચેથી એક પુરૂષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે ફતેપુરા પોલીસને આ ઘટનાની જાણ થતાં તરત જ ફતેપુરા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં આ મરણ જનાર પુરુષ ફતેપુરા તાલુકાના વલુંડા ગામના રમણભાઈ નાથાભાઈ બરજોડ ઉંમર વર્ષ આશરે 50 હોવાનું જાણવા મળેલ છે. ફતેપુરા પોલીસે મૃતદેહનો કબજો લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રીપોર્ટર : કિશોર ડબગર દાહોદ