નકલી ડિગ્રી આપતા કૌભાંડના પર્દાફાશ પછી રવિવારે રજાનો દિવસ હોવા છતાં યુનિવર્સિટીથી લઈ સચિવાલય સુધી ભાગદોડ ચાલુ રહી હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે આ મામલો બહુ ગંભીર છે અને સરકાર આવી દુકાન ચાલવા નહીં દે. આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે. શિક્ષણ વિભાગના ઉગ્ર સચિવને આ અંગેની તપાસના આદેશ અપાયા છે. આ અંગે રાજ્યની તમામ યુનિવર્સિટીમાં તપાસ કરાશે. જે લોકો દોષિત હશે તેમની સામે કડક કાર્યવાહી થશે.
દરમિયાનમાં સુરતના પોલીસ કમિશનર અજય તોમરે આ કૌભાંડની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. યુનિવર્સિટીમાં રવિવારે ઇન્ચાર્જ કુલપતિ હેમાલી દેસાઈ સહિત મ.સ. યુનિ., સૌરાષ્ટ્ર અને અન્ય તમામ કુલપતિઓ સાથે વાતચીત કરી માહિતી મંગાવી રહી છે.