
ExamWarriors ‘પરીક્ષા પે ચર્ચા–2026’ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને તણાવમુક્ત અભિગમનું સંચાર
ExamWarriors દેશના કરોડો વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ભાર હળવો કરવા અને તેમને #ExamWarriors તરીકે તૈયાર કરવાના ઉમદા સંકલ્પ સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દર વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને સતત પ્રેરણા આપતા રહ્યા છે. શિક્ષણને માત્ર ગુણ મેળવવાનું સાધન નહીં પરંતુ જીવનના ઉત્સવ તરીકે જોવાની તેમની વિચારધારા આજની નવી પેઢી માટે માર્ગદર્શક બની છે.

આ સંદર્ભે આજે ગાંધીનગર સ્થિત આનંદ નિકેતન સ્કૂલ ખાતે ‘પરીક્ષા પે ચર્ચા–2026’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ભાવિ પેઢીના ઘડવૈયા એવા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમને જીવનની પરીક્ષાઓમાં પણ આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
ExamWarriors વિદ્યાર્થીઓ સાથેના સંવાદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અત્યંત સહજ અને સરળ ઉદાહરણો દ્વારા પરીક્ષાકાળમાં તણાવમુક્ત રહેવાની કળા સમજાવી. સમય વ્યવસ્થાપન, સ્વ-વિશ્વાસ, માતા-પિતાની ભૂમિકા અને નિષ્ફળતાથી ડર્યા વિના સતત પ્રયત્ન કરવાની પ્રેરણાએ વિદ્યાર્થીઓને ખૂબ પ્રભાવિત કર્યા.
તેમના માર્ગદર્શન અને સંવાદે વિદ્યાર્થીઓમાં નવા આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે, જે તેમને માત્ર શૈક્ષણિક પરીક્ષાઓમાં જ નહીં પરંતુ જીવનના દરેક પડકારમાં સફળ થવા માટે સક્ષમ બનાવશે. ‘પરીક્ષા પે ચર્ચા’ જેવી પહેલ વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

ExamWarriors પરીક્ષાના આ મહત્વપૂર્ણ સમયગાળામાં સૌ વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના માનસિક ભાર વગર પોતાની મહેનત, તૈયારી અને ક્ષમતામાં વિશ્વાસ રાખી સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી.
ExamWarriors સાથે જ, શિક્ષકો અને વાલીઓને પણ અનુરોધ કરવામાં આવ્યો કે તેઓ માત્ર ગુણ પર નહીં પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ભાવનાત્મક સહયોગ અને આત્મવિશ્વાસ વધારવામાં સતત તેમની પડખે ઊભા રહે.