exam: અમદાવાદ તલાટી પરીક્ષા આપતા પરીક્ષાર્થી ને વ્હારે આવી સેવાભાવી સંસ્થા

exam : ચાણક્ય સમસ્ય બ્રાહ્મણ ઉતકર્ષ સેવા ટ્રસ્ટ દ્વારા પરીક્ષાર્થીઓના રોકાણ માટેની વ્યવસ્થા કરી છે, 1000 હજાર ઉમેદવારો માટે રહેવા તેમજ જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

પરીક્ષાર્થીઓ માટે AC રૂમની વ્યવસ્થા કરાઈ

અમદાવાદ સહિત રાજ્યભરમાં આવતીકાલે રવિવારે તલાટી-કમ-મંત્રીની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષા (exam) માટે રાજ્યમાં 8.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. તલાટીની 3437 જેટલી જગ્યા માટે આ ભરતી ચાલી રહી છે. જો કે, ઉમેદવારોને પોતાના જિલ્લાના બદલે બીજા જિલ્લામાં પરીક્ષામાં (exam) માટે નંબર ફાળવવામાં આવ્યા છે. અન્ય જિલ્લામાંથી આવતા પરીક્ષાર્થી માટે સેવાભાવી સંસ્થા આગળ આવી છે.

ચાણક્ય સમસ્ય બ્રાહ્મણ ઉતકર્ષ સેવા ટ્રસ્ટ દ્વારા પરીક્ષાર્થીઓના રોકાણ માટેની વ્યવસ્થા કરી છે. 1000 હજાર ઉમેદવારો માટે રહેવા તેમજ જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રહ્મ સમાજ સહિત અન્ય સમાજના પરીક્ષાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓ માટે એસી રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે સેવાભાવી સંસ્થા દ્વારા પરીક્ષાર્થી માટે અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમા 1 લાખ 35 પરીક્ષાર્થી તલાટીની પરીક્ષા (exam) આપશે. અમદાવાદમાં 465 સેન્ટરો અને 4500 વર્ગ ખંડમાં ખાતે તલાટીની પરીક્ષાનું (exam) આયોજન કરાયું છે.

પરીક્ષાના (exam) દિવસે પરીક્ષાના સ્થળે ઇલેક્ટ્રિક આઈટમ જેવી કે મોબાઈલ ફોન, પેજર, ઇલેક્ટ્રિક ડાયરી, સ્માર્ટ વોચ, બ્લૂટુથ, ઇયર ફોન, કેમેરા, લેપટોપ વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ દાખલ થવા પર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ છે. પરીક્ષાર્થીઓની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ, વિશેષ ધ્યાનભંગ થાય તેવું કોઈ પણ કૃત્ય કરવા પર, પરીક્ષાના (exam) દિવસે પરીક્ષા સ્થળે ચોરી કરવા કે કરાવવા હેતુથી પુસ્તક-અન્ય સાહિત્ય, કાપલી, ઝેરોક્ષ લઈ જવા પર પ્રતિબંધ છે. પરીક્ષા સ્થળે કોઈ પણ પ્રકારનું હથિયાર લઈ દાખલ થવા પર પ્રતિબંધ છે. પરીક્ષા સ્થળની આસપાસ પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ પાન-બીડીના ગલ્લા તથા ચા-પાણીનાં કેન્દ્ર પરીક્ષા (exam) સમય દરમિયાન ચાલુ કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર પ્રતિબંધ

પ્રતિબંધિત વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર, પ્રતિબંધિત વિસ્તારમાં જાહેર વાહન વ્યવહાર અવરોધાય તે રીતે વાહનો ઊભાં રાખવાં કે પાર્ક કરવા પર, પરીક્ષા સ્થળની આજુબાજુ મોટાં મોટાં લાઉડ સ્પીકર વગાડવા પર તથા પરીક્ષા સ્થળ ઉપર ગેરરીતિ થાય તેવું કોઈ પણ સાધન લઈ જવા પર પ્રતિબંધ છે, પરંતુ ફરજ પરના પોલીસદળ, હોમગાર્ડના કર્મચારી, અધિકારી તથા પરીક્ષાના અનુસંધાને ફરજ ઉપર બોલાવેલા કર્મચારી-અધિકારીઓને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં.

ઉમેદવારો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ

તલાટીની પરીક્ષામાં કેટલાક ઉમેદવારો આજે રાતે જ અમદાવાદ પહોંચી જશે ત્યારે અમદાવાદની કેટલીક સંસ્થાઓ સેવા માટે આગળ આવી છે. વિવિધ જિલ્લામાંથી અમદાવાદ પરીક્ષા આપવા આવનારા ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તે માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ છે. સાણંદના સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત કેટલાંક પરીક્ષા કેન્દ્ર પર પણ ઉમેદવારો પરીક્ષા આપવા સમયસર પહોંચી શકે તે માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સુવિધા મેળવવા માટે ઉમેદવારો ફોન નંબર 98986 16719, 78019 12867, 94278 04879, 80005 66230 નંબર પર સંપર્ક કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *