
ex-soldiers : અમદાવાદ 1500 જેટલા આંદોલનકારી પૂર્વ આર્મી જવાનોએ રસ્તા રોક્યા:એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજ અને શાહીબાગ તરફ ચક્કાજામ, પોલીસ સાથે ઘર્ષણ
ex-soldiers : ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલી રહેલા ‘ઓપરેશન અનામત’ આંદોલન આજે 23મા દિવસે પણ ચાલુ છે.
ex-soldiers : ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા માજી સૈનિકો અને ‘ગુજરાત માજી સૈનિક સંગઠન’ દ્વારા સૈનિક અધિકારી મહારેલીનું આહવાન કરાયું છે, જેમાં રેલી પહેલાં માજી સૈનિકોની બોચી પકડીને પોલીસે અટકાયત કરી છે. 50થી વધુ માજી સૈનિકોની અટકાયત કરાઈ છે. DySPએ કહ્યું હતું કે મહારેલીની પરમિશન અપાઈ નથી.
ex-soldiers : ત્યાર બાદ બપોરે 1000થી 1500 જેટલા પૂર્વ આર્મી જવાનો અમદાવાદ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજના રસ્તા રોકી લીધા હતા. એને પગલે ક્રાઈમ બ્રાન્ચના જેસીપી, સેક્ટર 2, ડીસીપી,એસીપી સહિતનો મોટો કાફલો પહોંચ્યો છે.
ex-soldiers : પૂર્વ સૈનિકોની મુખ્ય માંગણી છે કે ગાંધીનગર ખાતેથી જે પૂર્વ સૈનિકોને અટકાયત કરવામાં આવ્યા છે, તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. તેમની મુખ્ય માંગણીઓમાં પોલીસ ભરતીમાં અનામત અને તેમના અટકાયત કરાયેલા નેતાઓની મુક્તિનો સમાવેશ થાય છે.
ex-soldiers : એરપોર્ટ સર્કલ પર પૂર્વ સૈનિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. 200થી પણ વધુ પૂર્વ સૈનિકોએ રસ્તા પર બેસીને ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા. આ ચક્કાજામના કારણે એરપોર્ટ પર આવતા-જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને બે કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ થયો હતો.
ex-soldiers : પૂર્વ સૈનિકોની મુખ્ય માંગણી છે કે ગાંધીનગર ખાતેથી જે પૂર્વ સૈનિકોને અટકાયત કરવામાં આવ્યા છે, તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. ગુજરાત પૂર્વ સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતની મુક્તિની પણ તેઓ માંગ કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા પૂર્વ સૈનિકોને પોલીસે ડિટેઈન કર્યા છે. જ્યાં સુધી તેમના નેતાઓને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.
ex-soldiers : આ ઉપરાંત, તેમની મુખ્ય માંગણીઓમાં કેન્દ્ર સરકારના માજી સૈનિકોની અનામત માટેના નિયમોનું ઉલ્લંઘન ન કરવું, લઘુત્તમ લાયકી ધોરણ નાબૂદ કરો, માજી સૈનિકોની જગ્યા માજી સૈનિકોથી ભરો. એ સિવાય વિવિધ સરકારી નોકરીઓમાં અનામતનો સમાવેશ થાય છે. તેઓ પોલીસ ભરતીમાં 10% અનામતની માંગ કરી રહ્યા છે. સાથે જ, ક્લાસ 1 અને 2માં 1%, ક્લાસ 3માં 10%, અને ક્લાસ 4માં 20% અનામતની પણ માંગ કરવામાં આવી છે.
ex-soldiers : જોકે, હાલ પોલીસ દ્વારા પરિસ્થિતિને નિયંત્રિત કરવાના પ્રયાસો ચાલુ છે. પૂર્વ આર્મી જવાનો રસ્તો રોકીને રસ્તે બેસી ગયા હતા. જેથી પોલીસે સમજાવીને ઊભા કર્યા હતા. ત્યાર બાદ ઘણાં પૂર્વ આર્મી જવાનોની અટકાયત કરવામાં આવી હતી. પૂર્વ આર્મી જવાનો જબરજસ્તી પોલીસની ગાડીમાં ઘૂસી અને ઘર્ષણ કરી અટકાયત કરેલા લોકોને બહાર કાઢી લાવ્યા હતા. ક્રાઈમ જેસીપી દ્વારા અટકાયત કરેલ ગાડીમાં જઈને આર્મી જવાનોની માંગણી મુજબ લોકોને જાતે બહાર કાઢવા પડ્યા હતા.