Electric Vehicle Charging Station Latest News: ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા PPP ધોરણે 12 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા
કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા નવી EV પોલીસી તૈયાર કરવામાં આવી છે. આ તરફ આ પોલીસીને લઈ હવે ગુજરાત સહિત દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા PPP ધોરણે 12 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. અહેવાલો મુજબ અત્યાર સુધી 9 ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર થઈ ગયા છે જ્યારે બાકીના 3 આગામી દિવસોમાં ઝડપથી બનીને તૈયાર થઈ જશે.
ક્યાં બનશે ચાર્જિંગ સ્ટેશન
Electric Vehicle Charging Station
▪️ સિંધુભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ
▪️ નરોડા હરિદર્શન ક્રોસ રોડ
▪️ કાંકરિયા મલ્ટીલેવલ પાર્કિંગ
▪️ પ્રહલાદનગર ગાર્ડન પાસેના મલ્ટી લેવલ પાર્કિંગ
▪️ ઇસનપુર ગોવિંદવાડી સર્કલ
▪️ ગુજરાત વિદ્યાપીઠ પાસે ઈન્કમટેક્સ ફ્લાય ઓવરબ્રિજ
▪️ નિકોલ-નરોડા રોડ રોઝ વેલી સ્કાય પાસે
▪️ નારોલ ફ્લાયઓવર બ્રિજ નીચે
▪️ CTM ફ્લાયઓવર બ્રિજ નીચે
▪️ ચાંદખેડામાં ન્યુ CG રોડ
▪️ મોટેરામાં કોટેશ્વર રોડ
▪️ બાપુનગર ફ્લાયઓવર બ્રિજ નીચે