Elections 2024 : કાશ્મીરના વિસ્થાપિતો માટે ચૂંટણીપંચનો મહત્ત્વનો નિર્ણય..

Elections 2024 : જમ્મુ- કાશ્મીરના જમ્મુ અને ઉધમપુર જિલ્લાના કાશ્મીરી પ્રવાસીઓને (વિસ્થાપિતો) ચૂંટણી પંચે મોટી રાહત આપી છે. હવે તેમને લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે ‘ફોર્મ M’ ભરવાની જરૂર નથી, કારણ કે પંચે જૂની માગણીને સ્વીકારીને વિસ્થાપિત લોકો માટે વર્તમાન મતદાન યોજનામાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે. 

Elections 2024 : અગાઉ કેવી વ્યવસ્થા હતી? 

અગાઉ, ખીણના વિસ્થાપિત મતદારો માટે જમ્મુ અને કાશ્મીરમાં દરેક સંસદીય અને વિધાનસભા ચૂંટણી પહેલા આ ફોર્મ ભરવાનું ફરજિયાત હતું. ગત ગુરુવારે ચૂંટણી પંચ દ્વારા આ નવી વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી હતી. આ મુજબ, જમ્મુ અને ઉધમપુરના વિવિધ કેમ્પ અથવા વિસ્તારોમાં કાશ્મીરી વિસ્થાપિત મતદારોએ હવે ‘ફોર્મ M’ ભરવાની જરૂર રહેશે નહીં. તેના બદલે, તેઓ જે વિસ્તારમાં મતદાર તરીકે રજિસ્ટર્ડ છે અથવા જ્યાં રહે છે ત્યાંના ખાસ મતદાન મથકો પર મતદાન કરી શકશે.

Elections 2024 : આ સાથે ચૂંટણી પંચે દિલ્હી અને દેશના અન્ય સ્થળોએ રહેતા પ્રવાસીઓ માટે ‘ફોર્મ M’ ફાઇલ કરવાની પ્રક્રિયાને પણ સરળ બનાવી છે. અગાઉ આ લોકોએ ગેઝેટેડ અધિકારીઓ દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્રની જરૂર પડતીહતી પરંતુ હવે તેઓ સ્વ-પ્રમાણિત કરી શકશે. ચોક્કસ મતદાન મથકો પર ડુપ્લિકેશન ટાળવા માટે મતદારોએ મતદાર ઓળખ કાર્ડ અથવા પંચ દ્વારા નિર્ધારિત કોઈપણ વૈકલ્પિક દસ્તાવેજ સાથે રાખવા આવશ્યક છે.

Elections 2024 : પોસ્ટલ બેલેટ સુવિધામાં કોઈ ફેરફાર નહીં

સત્તાવાર અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, ‘પોસ્ટલ બેલેટની સુવિધામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે પહેલાની જેમ જ રહેશે. પોસ્ટલ બેલેટ મેળવવા માટે લોકોએ ફોર્મ 12C ભરવાનું રહેશે. કોઈપણ પ્રવાસી ફોર્મ 12C ભરી શકે છે, પછી ભલે તે ગમે ત્યાં જમ્મુ, ઉધમપુર અથવા દિલ્હી, મુંબઈ, નોઈડા રહેતો હોય. ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ પછી પંચે આ નિર્ણય લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *