ગુજરાત ઈલેક્શન 2022 : પૂર્વ મુખ્યમંત્રી ફરી એક વખત રાજકરણમાં સક્રિય.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર આવી રહ્યા છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગ્જ નેતા શંકરસિંહ વાઘેલા વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકરણમાં ફરીથી સક્રિય થયા છે. ગુજરાત રાજ્યના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં બાપુએ કોંગ્રેસમાં પ્રવેશ અંગે સંકેત આપ્યા હતા. આ પત્રકાર પરિષદમાં અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે બાપુ માટે કોંગ્રેસના દ્વાર હંમેશા ખુલ્લા છે. આ અંગેનો નિર્ણય બાપુ અને હાઇકમાન્ડ નક્કી કરશે.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ફરી એક વખત કોંગ્રેસમાં એન્ટ્રી કરીને ચૂંટણી પહેલા રાજકારણમાં સક્રિય થશે. અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે બાપુના સંપર્કમાં હાઇકમાન્ડ છે. રાજ્યના નેતાઓની પણ ઈચ્છા છે કે બાપુ કોંગ્રેસમાં જોડાઈ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે ત્યારે બાપુની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રીથી ફરીથી રાજકરણમાં ગરમાવો લાવી શકે છે. ગુજરાતના એક સમયના મુખ્યમંત્રી અને ગુજરાતના દિગ્ગ્જ નેતા શંકરસિંહના રાજકરણમાં સક્રિય કરવા માટે અને કોંગ્રેસમાં પ્રવેશ અંગે અટકળોનો અંત આવી શકે છે. કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ પત્રકાર પરિષદમાં શંકરસિંહ કહ્યું કે એમને કહીશ કે આ ધંધા બંધ કરે કઈ થવાનું નથી દીવાલ સાથે માથું પછાડવા જેવી બાબત છે. નાક દબાવી મોં ખોલવાનું હોય તો એ નહીં થાય. સત્યની વાત સાથે છીએ દબાવવાની કોશિશ ના કરો.

અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે આગામી 6 તારીખે સરકારી વકીલની સૂચનાથી કોર્ટનું સમન્સ મળ્યું છે આ માટેનો જવાબ   અમે આપીશુ અને સરકારને અને લોકોવતી જણાવવાનું છે કે સહકારી સંસ્થાઓ છે. બીજેપીના બાપની મિલકત નથી. વિપુલ ચૌધરીને ફસાવવામાં આવ્યા છે. બીજેપીની કુટિલતા ને કારણે મલાઈ કહેવાની વૃતિથી એશિયાની સૌથી મોટી ડેરી તળિયે આવી ગઈ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *