Election : કર્ણાટકમાં રાજકીય પક્ષોની જનતાને મફત ચૂંટણી રેવડી…

કર્ણાટક ચૂંટણીમાં (election) જનતાની વચ્ચે વચનોની લહાણી થઈ રહી છે. રાજકીય પાર્ટીઓમાં હોડ ચાલી રહી છે કે કોણ વધુ લોભામણું વચન આપે છે. ચૂંટણી (election) જીતવા માટે બધી પાર્ટીઓ રેવડીઓ વહેંચી રહી છે. આ પરંપરાને લઈ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ચૂંટણી (election) પંચે પણ ટકોર કરી છે અને વડા પ્રધાને પણ એને ખતરનાક ગણાવ્યું છે, પણ ચૂંટણીની (election) મોસમમાં બધી પાર્ટીઓએ જનતામાં રેવડીઓ વહેંચી છે.

ભાજપનું ઘોષણાપત્ર

ભાજપે ગરીબ પરિવારોને તિરુપતિ, અયોધ્યા કે કાશી જવા માટે રૂ. 25,000ની મદદ કરવાની રેવડી વહેંચી છે. એ પણ કહ્યું છે કે અનુસૂચિત જાતિ –SC-ST પરિવારોને પાંચ વર્ષ માટે રૂ. 10,000ની FD કરાવવામાં આવશે. આ સિવાય 30 લાખ મહિલાઓને માટે મફત બસ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ગરીબ પરિવારને ત્રણ મફત સિલિન્ડર, અડધો લિટર નંદિની દૂધ અને અનાજ આપવાની જાહેરાત કરી છે.

કોંગ્રેસે વહેંચી રેવડીઓ

કોંગ્રેસ દરેક ઘરની મુખ્ય મહિલાને રૂ. 2000 આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી, બેરોજગારોને રૂ. 3000નું ભથ્થું ને ડિપ્લોમાહોલ્ડરને રૂ. 1500નું ભથ્થું, મહિલાઓને મફત બસ પ્રવાસની જાહેરાત ઉપરાંત ગરીબ પરિવારોને મફત અનાજની જાહેરાત કરી છે.

આ ઉપરાંત JDSએ પણ એના મેનિફેસ્ટોમાં પાંચ LPG સિલિન્ડર મફત, ગર્ભવતી મહિલાઓને છ મહિના સુધી રૂ. 6000 અને વિધવા મહિલાઓને રૂ. 2500 આપવાનાં વચનો આપ્યાં છે.

જોકે RBIનો ડેટા કહે છે કે માર્ચ, 2021 સુધી દેશનાં બધાં રાજ્યો પર કુલ 69.47 લાખ કરોડનાં દેવાં છે, જેમાં 19 રાજ્યો એવાં છે જેમનાં પર રૂ. એક લાખ કરોડથી વધુનાં દેવાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *