Election : ચૂંટણીપંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 2019ની લોકસભા ચૂંટણીની તર્જ પર આ વખતે પણ 7 તબક્કામાં જ ચૂંટણી યોજવામાં આવી શકે છે. એવા સમાચાર છે કે એપ્રિલના બીજા સપ્તાહમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ શકે છે.
Election : સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણીપંચ આગામી સપ્તાહે કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. હાલમાં આયોગ સામાન્ય ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે ઘણાં રાજ્યોના પ્રવાસ પર છે. પંચ તમામ રાજ્યોમાં તૈયારીઓનું આકલન કર્યા પછી જ ચૂંટણીની તારીખો જાહેર કરશે.
Election : ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પણ પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં જ અનેક પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. શાસક ભાજપે તાજેતરમાં 195 બેઠક માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે, સાથે જ આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળે પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.