EDએ ચાર્જશીટમાં કેજરીવાલને આરોપી બનાવ્યા
દિલ્હીની લિકર પોલિસીમાં કથિત કૌભાંડના મામલામાં EDએ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવ્યા છે. ચાર્જશીટમાં EDએ અરવિંદ કેજરીવાલને કૌભાંડમાં કિંગપિન અને કાવતરાખોર ગણાવ્યા છે. EDએ દાવો કર્યો છે કે તેને ગોવાની ચૂંટણીમાં લાંચના પૈસાના ઉપયોગની પણ જાણકારી હતી.