MADE ECO FRIENDLY GANESHA IN GUJARAT : ગુજરાતમાં સૌપ્રથમ વખત AMCના ઢોરવાડાની ગાયોના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવાઈ.

MADE ECO FRIENDLY GANESHA IN GUJARAT : ગુજરાતમાં સૌપ્રથમ વખત AMCના ઢોરવાડાની ગાયોના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવાઈ.

ECO FRIENDLY GANESHA IN GUJARAT
ECO FRIENDLY GANESHA

ECO FRIENDLY GANESHA IN GUJARAT : આગામી દિવસોમાં ગણેશોત્સવના તહેવારને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિઓ બનાવી અને વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશનની વોર્ડ ઓફિસ, સાબરમતી રિવરફ્રન્ટ, બગીચાઓ, ફૂડ કોર્ટ અને વધુ અવરજવરવાળી જગ્યાએ તેમજ ઓનલાઇન ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કોમર્શિયલ વેબસાઈટ મારફતે પણ લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદી શકશે.

ECO FRIENDLY GANESHA IN GUJARAT
ECO FRIENDLY

તેની સાથે પૂજા સામગ્રી પણ કોર્પોરેશન દ્વારા વેચાણ કરવામાં આવશે. રૂ. 300થી લઈને 600 રૂપિયા સુધીની અલગ-અલગ પ્રકારની મૂર્તિઓ વેચાણ માટે મૂકવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના બાકરોલ અને દાણીલીમડા ખાતે આવેલા ઢોરવાડામાં ઉત્પન્ન થતા છાણમાંથી અનેક પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે.

ECO FRIENDLY GANESHA IN GUJARAT
ECO FRIENDLY GANESHA IN GUJARAT

ECO FRIENDLY GANESHA IN GUJARAT : વૈદિક હોળી માટે શાળાનો ઉપયોગ કરાયો હતો એવી રીતે આ વર્ષે ગણેશોત્સવમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ પર વોકલ અને RRRના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવવામાં આવી છે. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે વાવ નંદી પંચગમ્ય નામના સ્ટાર્ટઅપને ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવશે.

ઢોરવાડામાં ગૌ-વંશના છાણમાંથી બનાવવામાં આવેલી સ્ટીક/ મટીરીયલનો ઉપયોગ કરી 500 નંગ ગણેશજીની પ્રતિમા તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફ્રી આપશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છાણનું મટીરીયલ આપવામાં આવશે, તેમાંથી પ્રતિમા તૈયાર કરી વેચાણ કરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના જાહેર સ્થળો જેવા કે રિવરફ્રન્ટ, બગીચાઓ, ફૂડ કોર્ટ, અને વધુ અવરજવર વાળી જગ્યાએ તેમનું વાહન ગૌ-રથ / સ્ટોલ ઉભુ રાખી વેચાણ કરાશે. જેની સામે તેઓ ગૌ-વંશના છાણની પ્રોડકટસ મ્યુનિસિપલ કોર્પોરેશનને પૂરી પાડે જેથી નાગરિકોને તેઓની આસપાસના નજીકના સ્થળેથી વસ્તુઓ ઉપલબ્ધ થઈ શકશે.

ECO FRIENDLY GANESHA IN GUJARAT : ડિઝાઇનવાળી સાદી અને કલરવાળી એમ અલગ-અલગ પ્રકારની મૂર્તિઓ રૂ. 300થી લઇ અને 600 રૂપિયા સુધીના ભાવવાળી લોકો ખરીદી શકશે, આ સાથે પૂજાની સામગ્રી પણ આપવામાં આવશે. પૂજાના 10 દિવસ સુધી જરૂર પડે તે મુજબની સામગ્રી આપવામાં આવશે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વ્હોટ્સએપ નંબર પણ જાહેર કરશે, જેના ઉપરથી કોન્ટેક્ટ કરી અને નાગરિકો આ મૂર્તિની ખરીદી કરી શકશે.

ખાસ કરીને ગણેશોત્સેવમાં POPની મૂર્તિ બનાવવામાં આવે છે અને લોકો તેમને ખરીદે છે. POPની મૂર્તિ કેમિકલયુક્ત હોવાથી પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે, નદીમાં તે પધરાવવાના કારણે નદી પણ પ્રદૂષિત થાય છે જેથી, ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિના ફાયદા અંગે તેઓએ જણાવ્યું હતું કે, ગાયના છાણામાંથી મૂર્તિની સાથે લીમડો, બીલીપત્ર, જાંબુ, તુલસી જેવા વિવિધ વૃક્ષ / ઔષધીય વનસ્પતિના બીજ પણ નાખવામાં આવ્યા છે.

ECO FRIENDLY GANESHA IN GUJARAT : બીજ સાથે બનેલી પ્રતિમાનું વિસર્જન ઘરે કરવાથી બીજમાંથી ઘરે જ વિસર્જનમાંથી નવસર્જન થશે. જો આ પ્રતિમા- દીવાનું જો નદીમાં વિસર્જન થશે તો તેમાં રહેલા ચોખા, ઘઉંનો લોટ જળ સૃષ્ટિની અંદર રહેલા જીવોનો ખોરાક બનશે જેથી જળ સૃષ્ટિની પણ સેવા પણ થશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં દર મહિનાની વદ બીજે સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવતી હતી. હવેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર મહિનાની વદ બીજના દિવસે સાંજે સાબરમતી નદીની આરતી ઉતારવાનો નિર્ણય લેવાયો છે અને જેમાં દીપોત્સવનું આયોજન કરવામાં આવશે. ગૌ-વંશના છાણમાંથી બનાવેલા 1થી 2 લાખ દીવાઓ પ્રગટાવી સાબરમતી નદી (રિવરફ્રન્ટ પૂર્વ) જગન્નાથ મંદિર નજીક આ આરતી થશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *