Earthquake: તાઈવાનમાં ભૂકંપના બે આંચકા થી લોકોમાં ભયનો માહોલ

Earthquake: તાઈવાનમાં ભૂકંપના બે વખત ભૂકંપ ના આંચકા આવ્યા

આંચકા એટલા ભયાવહ હતા કે લોકો ઘરની બહાર દોડી આવ્યા

Earthquake: તાઈવાનમાં ફરી એકવાર ભૂકંપના ભારે આંચકા અનુભવાયા. દક્ષિણ ચીન સાગરમાં આવેલા નાનકડાં ટાપુ તાઈવાનમાં ભૂકંપના બે વખત જોરદાર આંચકા આવ્યા હતા. જેની તીવ્રતા પણ 6.3 નોંધાઈ હતી. લોકો વચ્ચે હવે ડરનો માહોલ ફેલાઇ ગયો છે.

Earthquake: આ ભૂકંપના આંચકા એટલા ભયાવહ હતા કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અહેવાલ અનુસાર જીએફઝેડ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સે કહ્યું કે રવિવારે સવારે તાઈવાનમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 નોંધાઈ હતી. ભૂંકપનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડે હોવાની માહિતી મળી રહી છે. જોકે અત્યાર સુધી કોઈ મોટાપાયે જાનહાનિના અહેવાલ આવ્યા નથી.

Earthquake: જ્યારે તાઈવાનના હવામાન વિભાગે કહ્યું કે રવિવારે જ 4.6ની તીવ્રતાનો બીજો ભૂકંપ પણ આવ્યો હતો. આ આંચકો તાઈવાનના પૂર્વ તટ પર અનુભવાયો હતો. આ વિસ્તારોમાં લોકોની વસતી ઓછી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *