ભુકંપના આંચકાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને જુઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં સર્જાય રહેલ વારંવાર ભુકંપના પગલે તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા બાબતે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને તા. ર૪/૦ર/ર૦ર૩ ના રોજ લેખીત રજુઆત કરેલ છે.

સાંસદશ્રીએ કરેલ રજુઆત મુજબ અમરેલી જીલ્લાના મીતીયાળા પંથકમાં ગત તા. ર૩/૦ર/ર૦ર૩ ને ગુરૂવારના રોજ સવારે અને ત્યારબાદ રાત્રે ભુકંપનો આંચકો નોંધાયા બાદ બીજા દિવસે એટલે કે તા. ર૪ ના રોજ પણ બપોર પછી ફરીથી ભુકંપનો આંચકો નોંધાયેલ હતો. ફકત બે દિવસમાં જ ત્રણ વખત ૦૩ થી વધુની તીવ્રતાવાળા આંચકાઓ અનુભવાયેલ હોવાના લીધે સાવરકુંડલા અને ખાંભા તાલુકાના મીતીયાળા પંથક આસપાસના ગામોના ગ્રામજનોમાં ખુબ જ ભયની લાગણી વ્યાપી જવા પામેલ છે.

મીતીયાળા પંથકમાં છેલ્લા ત્રણ માસથી સતત ભુકંપના આંચકોઓ નોંધાઈ રહયા છે અને એક જ દિવસમાં છ જેટલા આંચકોઓ આવેલ હોવાનું પણ બનેલ છે. તેમજ આ પંથકમાં ભુકંપ અનુભવાયેલ ન હોય તેવુ એક પણ અઠવાડીયુ ખાલી ગયેલ નથી. જેના લીધે લોકો રાત્રે નીરાંતે ઉંઘી પણ શકતા નથી. સાંસદશ્રીએ રજુઆત કરતા વધુમાં જણાવેલ હતુ કે, છેલ્લા બે દિવસમાં આંચકોઓની તીવ્રતામાં થયેલ વધારાને લીધે મીતીયાળા તેમજ આસપાસના ગામોના લોકોમાં ખુબ જ ગભરાટ ફેલાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *