ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ટેક્નોલોજી અત્યંત સક્ષમ બને તે આશયથી રાજ્યમાં પોલીસની કામગીરીને ઓનલાઈન કરવા e-FIRની સુવિધા ઉભી કરવામાં આવી છે.
અરવલ્લી જીલ્લાના શામળાજી મંદિરમાં દર્શનાર્થીનીનો મોબાઈલ ચોરી થતા e-FIR થી શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી એલસીબી પોલીસે ચોરીનો મોબાઈલ વેચાણ અર્થે ફરતા અમદાવાદના આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ મોબાઈલ ચોરી કરનાર અમદાવાદના આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે બાતમીના આધારે શામળાજી આશ્રમ ચોકડીથી ઝડપી લીધો હતો શામળાજી મંદિરમાંથી થોડાક દિવસ અગાઉ અમદાવાદ નરોડા પાટીયા નજીક રામાપીર મંદિર પાસે રહેતા નિશાંત પ્રકાશ રાઠોડ નામના મોબાઈલ ચોરી કરી તેના નરોડા સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા વિમલ રાજુ ચુનારા નામના મિત્રને વેચવા માટે આપી જે પૈસા આવે તે અડધા અડધા ભાગે વહેંચી લેવા કહેતા વિમલ ચુનારા ચોરીનો મોબાઈલ વેચવા શામળાજી આશ્રમ ચોકડી નજીક ઉભો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ ત્રાટકી શામળાજી આશ્રમ પુલ નજીક ઉભેલા વિમલ ચુનારાને 15 હજારના મોબાઈલ સાથે દબોચી લીધો હતો મોબાઈલ ચોરી કરનાર નિશાંત રાઠોડને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે