Dwarka : દ્વારકામાં સામૂહિક આપઘાત:ધારાગઢ ગામ પાસે એક જ પરિવારના ચાર સભ્યે ઝેરી દવા ગટગટાવી; પોલીસે લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી
જામનગરનાં માધવબાગ-1માં રહેતાં અશોક જેઠાભાઈ ધુંવા, લીલુબેન અશોકભાઈ ધુંવા, જીજ્ઞેશ અશોકભાઈ ધુંવા અને કિંજલબેન અશોકભાઈ ધુંવા નામના એક જ પરિવારના ચાર સભ્યો ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો. નાના એવા Dwarka ધારાગઢ ગામ પાસેથી મૃતદેહ મળી આવતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ છે.
Dwarka : પોલીસે ઘટનાસ્થળ પર જઈ ચારે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તથા આપઘાત કરવાનું કારણ જાણવા ચારે દિશામાં તપાસ હાથ ધરી છે. નાના એવા ધારાગઢ ગામમાં એકી સાથે એક જ પરિવારના ચાર લોકોના આપઘાતથી લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે તથા અનેક તર્ક વિતર્કોએ જન્મ લીધો છે.
પોલીસે લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી
ભાણવડ પંથકમાં સામૂહિક આપઘાત કરનાર હતભાગી પરિવાર મૂળ લાલપુરના મોડપર ગામના વતની અને હાલ જામનગરના માધવબાગ ખાતે રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉં.વ.42), લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉં.વ.42), જીગ્નેશભાઈ અશોકભાઈ ધુંવા (ઉં.વ.20) અને કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉં.વ.18) હોવાનું જાણવા મળ્યું છે.