કચ્છના લાકડીયામાં ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાને નષ્ટ કરાયો

કચ્છના લાકડીયામાં ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાને નષ્ટ કરાયો…

દેશની મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ વિભાગ અંતર્ગત CGST અને કસ્ટમ ફિલ્ડ ફારમેટ દ્વારા આજે ડ્રગ્સ ડિસ્ટ્રક્શન દિવસ હેઠળ દેશના વિવિધ 16 જેટલા સ્થળોએ ઝડપાયેલા ડ્રગ્સના પાઉડર, ટેબ્લેટ અને લિક્વિડ સહિતના જથ્થાને એકસાથે નષ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના અંતર્ગત આજે બુધવારે દેશના સંરક્ષણ મંત્રી નિર્મળા સીતારામનના વર્ચ્યુઅલી નિરીક્ષણ હેઠળ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં કચ્છના મુન્દ્રા સ્થિત અદાણી બંદર પરથી ગત વર્ષે DRI દ્વારા ઝડપાયેલા 3 હજાર કિલોના રૂ. 21 હજાર કરોડના જથ્થાને ભચાઉ તાલુકાના લાકડીયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એનવાઇરો કંપની ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ નષ્ટ કરવાની કામગીરી સંભવિત બપોરે 1 વાગ્યે શરૂ કરાઇ હતી.

લાકડીયા પંચાયતની હદમાં આવેલી કચરા નિકાલ કરતી સૌરાષ્ટ્ર એનવાઇરો એકમ ખાતે આજે કંડલા અને ગાંધીધામથી કન્ટેનર મારફતે લઈ જવાયેલા 3 ટન ડ્રગ્સના જથ્થાને DRI અને કસ્ટમ વિભાગની સીધી દેખરેખ હેઠળ સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ નષ્ટ કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. જે ત્રણથી ચાર કલાકના સમય દરમ્યાન પૂર્ણ થશે. આ કામગીરી દરમ્યાન કંપનીની અંદર અને બહાર સામખીયાળી તથા લાકડીયા પોલીસ અધિકારી સ્ટાફ સાથે બંદોબસ્તમાં ગોઠવાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *