Drugs scam in Mundra : પોલીસે ડમી કસ્ટમર મોકલી 37 લાખના કોકેઈન સાથે બે રાજસ્થાની યુવકોને ઝડપ્યા

Drugs scam in Mundra : પોલીસે ડમી કસ્ટમર મોકલી 37 લાખના કોકેઈન સાથે બે રાજસ્થાની યુવકોને ઝડપ્યા

Drugs scam in Mundra
Drugs scam in Mundra

મુન્દ્રા પોલીસે ડ્રગ્સ વેચાણના રેકેટનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે. પોલીસે 37 લાખની કિંમતના કોકેઈન સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Drugs scam in Mundra : મુન્દ્રા પોલીસના હેડ કોન્સ્ટેબલ રોહિતગિરિ ગોસ્વામીને બાતમી મળી હતી કે ભક્તિપાર્ક-૨માં રહેતા રાજસ્થાનના બે યુવકો ડ્રગ્સનું વેચાણ કરે છે. પીઆઈ આર.જે.ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ પોલીસે ડમી કસ્ટમર મારફતે કાર્યવાહી કરી હતી.

પોલીસે દિનેશ બિરબલરામ ગુર્જર અને દલારામ અમરારામ પરિહારને ઝડપી પાડ્યા હતા. એફએસએલ પરીક્ષણમાં જપ્ત કરાયેલો માદક પદાર્થ કોકેઈન હોવાનું સામે આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 1 ગ્રામ કોકેઈનની કિંમત 1 લાખ રૂપિયા છે. આમ, 37 ગ્રામ કોકેઈનની કુલ કિંમત 37 લાખ રૂપિયા થાય છે.

Drugs scam in Mundra : આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ 19 એપ્રિલે રાજસ્થાનના સાંચોર ગયા હતા. ત્યાંથી દિનેશના ઓળખીતા સેન્ડી બિશ્નોઈ પાસેથી કોકેઈન લાવ્યા હતા. પોલીસે બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

મુન્દ્રા પોલીસે આ રેકેટમાં અગાઉ કેટલો માલ વેચાયો અને કોણ કોણ ગ્રાહકો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *