DROWNED IN POND : ભચાઉના કીડીયાનગરમાં પાણી ભરવા ગયેલી 40 વર્ષીય મહિલા ડૂબી જતાં 2 કલાકની શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢ્યો

DROWNED IN POND : ભચાઉના કીડીયાનગરમાં પાણી ભરવા ગયેલી 40 વર્ષીય મહિલા ડૂબી જતાં 2 કલાકની શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢ્યો

DROWNED IN  POND
DROWNED IN POND

રાપર તાલુકાના કીડીયાનગર ગામમાં પાણી ભરવા ગયેલી 40 વર્ષીય મહિલા તળાવમાં ડૂબી જતાં તેનું મૃત્યુ થયું હતું. ભચાઉ ફાયર ટીમે બે કલાકની શોધખોળ બાદ મહિલાનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો.

DROWNED IN POND
DROWNED IN POND

આ ઘટના 29 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. રાપર મામલતદાર દ્વારા ભચાઉ ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી કે કીડીયાનગરમાં એક નાનકડા અને ઊંડા તળાવમાં પાણી ભરવા જતાં એક મહિલા પડી ગઈ છે.

માહિતી મળતાં જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે બોટની મદદથી તળાવમાં શોધખોળ શરૂ કરી હતી. સતત બે કલાકના પ્રયાસો બાદ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલાની ઓળખ લીલીબેન કેશા કોળી (ઉંમર 40 વર્ષ) તરીકે થઈ છે. આ કામગીરીમાં ભચાઉ ફાયર ટીમના પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ સોઢા અને મયુર રામાનંદી જોડાયા હતા. રાપર ટીમમાંથી કાનજીભાઈ ડોડીયા પણ આ બચાવ કાર્યમાં સામેલ હતા.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *