સમીની પ્રાથમિક કુમાર શાળા ને રૂ.18 લાખનું અનુદાન અપૅણ કરતાં દાતાઓ..
શાળા નાં વિકાસ માટે અપાયેલા દાન નાં દાતાઓનો સન્માનિત કરવામાં આવ્યા..
પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ પ્રાથમિક કુમાર શાળાના વિકાસ માટે દાતાઓ દ્વારા રૂ 18 લાખનું અનુદાન પ્રાપ્ત થતાં દાતા ઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ શુક્રવારના રોજ આયોજીત કરવામાં આવ્યો હતો.સમીના વતની અને હાલ અમેરિકા રહેતા રફીક પ્યારઅલી ખોજા પરિવાર અને દાતાઓના સન્માન સમારંભ પ્રસંગ સમી પ્રાંત અધિકારીની અધ્યક્ષતા માં યોજાયો હતો.
દાતા દ્વારા સમી પ્રાથમિક કુમાર શાળા નં.1 માં 1200000 (બાર લાખ) તેમજ સામી કન્યા શાળા.2 માં 600000 (છ લાખ) જેટલું માતબર દાન આપ્યું હોય તેમજ વિમળાબેન પ્રેમચંદભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 51000 (એકાવન હજાર) નું દાન પાણીની પરબ માટે મળતા દાતાઓનો આભાર પ્રગટ કરવા આયોજિત કરવામાં આવેલ સન્માન સમારોહ કાયૅક્રમ માં ઉપસ્થિત મહાનુભાવો નાં વરદ હસ્તે દાતા ઓનું મોમેન્ટો તેમજ શાલ દ્વારા સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી રામભાઈ તેમજ સમી પ્રાથમિક કુમાર શાળા ના સ્ટાફ મિત્રોએ કર્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા પંચાયત ના પ્રમુખ ,મામલતદાર , સમી તાલુકા વિકાસ અધિકારી
તાલુકા પંચાયતના પદાધિકારીઓ,સરપંચ સમી, એસ.એમ.સી.ના અધ્યક્ષ સહિત ગ્રામજનોએ હાજરી આપી હતી.