DOG CASTRATION IN BHUJ : ભુજમાં રૂ. 10 લાખની ગ્રાન્ટથી શ્વાનોનું ખસીકરણ કરાશે, સામાન્ય સભામાં નિર્ણય લેવાયો

DOG CASTRATION IN BHUJ : ભુજમાં રૂ. 10 લાખની ગ્રાન્ટથી શ્વાનોનું ખસીકરણ કરાશે, સામાન્ય સભામાં નિર્ણય લેવાયો

DOG CASTRATION IN BHUJ
DOG CASTRATION IN BHUJ

DOG CASTRATION IN BHUJ : ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે ખસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે રૂ. 10 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેનો ઉપયોગ શ્વાનોના ખસીકરણ માટે કરવામાં આવશે. તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

DOG CASTRATION IN BHUJ : જોકે આવી કામગીરીની સમસ્ત કચ્છમાં જરૂરિયાત છે. કચ્છના દરેક ગામો માં શ્વાન કરડવાની ઘટનાઓ રોજ બરોજની થઈ ગઈ છે. આ બાબતે સ્થાનિક વહીવટી તંત્રને ધ્યાન દેવાની તાતી જરૂરિયાત છે

મગ્ર દેશમાં રખડતા શ્વાનોની સમસ્યા પ્રજાજનો માટે મુશ્કેલીરૂપ બની રહી છે, જેની નોંધ દેશના સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પણ લેવામાં આવી છે. ભુજ શહેરમાં પણ વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાંથી શ્વાનોના ત્રાસ અંગેની વ્યાપક ફરિયાદો મળી રહી હતી.

ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 10 લાખનો ખર્ચ શ્વાનોના ખસીકરણની કામગીરી પાછળ કરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં ઓનલાઈન ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ સમગ્ર કામગીરી દરમિયાન હાઈકોર્ટની અપીલનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે અને કોઈ પણ શ્વાનને પરેશાન ન થાય તેની તકેદારી રાખવામાં આવશે. આ પ્રયાસમાં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ સહયોગ આપવાની ખાતરી આપી છે.

જો શ્વાન ખસીકરણની આ કામગીરી સચોટ રીતે થશે, તો ભવિષ્યમાં ભુજ શહેરને શ્વાન સંબંધિત સમસ્યાઓમાંથી ઘણી રાહત મળવાની પૂરી સંભાવના છે.

DOG CASTRATION IN BHUJ
DOG CASTRATION IN BHUJ

જે પ્રક્રિયા વડે નર જાનવરોના વૃષણને અને માદા જાનવરોના અંડપિંડને બિનકાર્યક્ષમ (નિરુપયોગી) બનાવી દેવામાં આવે છે, તે પ્રક્રિયાને ‘ખસી કરવું’ કહે છે. ખસી કરવાથી નર જાનવરો મારકણા – ઉગ્ર ન થતાં નમ્ર બને છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *