૧૫ ઓગસ્ટે પ્રધાનમંત્રી કેમ કરે છે ધ્વજારોહણ? જાણો ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી વચ્ચેનો અંતર

દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થયા છે. ૭૫મી વર્ષગાંઠ ને યાદગાર બનાવવા સમગ્ર દેશમાં અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ૧૫ ઓગસ્ટ તેમજ ૨૬ જાન્યુઆરી ને લઈ અનેક લોકોને મૂંઝવણ રહેતી હોય છે. ત્યારે આવો સમજીએ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીનું અંતર.

15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશને બ્રિટિશ રાજમાંથી મુક્તિ મળી હતી. આઝાદી મળતા દેશ સ્વતંત્ર થઈ હતો. જ્યારે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતે પોતાનું બંધારણ લાગૂ કર્યું હતું. દેશનું બંધારણ લાગુ થતાં ભારત વાસીઓ બહારના દેશનો નિર્ણય માનવા માટે બાધ્ય હશે નહીં. દેશને બંધારણ મળતા નાગરિકોને મૌલિક અધિકાર મળ્યા હતા.

૧૫ ઓગસ્ટ ના દિવસે વડાપ્રધાન ધ્વજારોગણ કરતા હોય છે જ્યારે ૨૬ જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપતિ ધ્વજારોગણ કરતા હોય છે. 15 ઓગસ્ટના દિવસે ઝંડાને નીચે રસીના માધ્યમથી ઉંપર ખેંચે છે અને પછી તેને ખોલીને ફરકાવવામાં આવે છે. જ્યારે ૨૬ જાન્યુઆરી એ સાધારણ રીતે ધ્વજ ફરકાવવામાં આવે છે. એટલે કે ઝંડો ઉપર બાંધેલો હોય છે અને તેને ખોલીને ફરકાવવામાં આવે છે.

દેશ 15 ઓગસ્ટ 1947ના આઝાદ થયો હતો. તે સમયે દેશના પ્રમુખ પ્રધાનમંત્રી જ હતા. તેથી પ્રથમવાર 15 ઓગસ્ટ 1947ના પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂએ લાલ કિલ્લા પરથી ધ્વજારોહણ કર્યું હતું. જ્યારે 24 જાન્યુઆરી 1950ના ડો. રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ પદે શપથ લઈ ચુક્યા હતા. ત્યારબાદ દેશના બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ હતા. તેથી 26 જાન્યુઆરીએ દેશના રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *