નવા વર્ષે સીએનજીના ભાવ 2.50 રૂપિયા વધી 70.09 થયો છે. જેને લઈને ઓટોરિક્ષા વેલફેર એસોસિએશને સરકાર સમક્ષ મિનિમમ ભાડું રૂપિયા 30 કરવાની માંગ કરી
પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો કરાતા સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે, ત્યારે આજે પણ CNG ગેસના ભાવમાં 2.50 રૂપિયાનો તોતિંગ વધારો ઝિંકાતા નાગરિકોને નવા વર્ષના પ્રથમ દિવસે જ ઝટકો લાગ્યો છે ત્યારે સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે સીએનજીના ભાવમાં રૂ.2.50નો વધારો નોંધાવા સાથે જ ભાવ રૂ. 70.09 થયો છે. એક વર્ષમાં સીએનજીનો ભાવ રૂ.53.7થી વધીને 70.09 સુધી પહોંચ્યો છે. એક વર્ષમાં જ સીએનજીના ભાવમાં 18 વખત વધારો થયો છે.
રિક્ષા-ઓટોરિક્ષા ચાલક વેલ્ફેર એસો.ના પ્રમુખએ રાજ્યના વાહનવ્યવહાર મંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે, તાજેતરમાં જ સીએનજી દરમાં વધારો થતાં રિક્ષાભાડામાં આંશિક વધારો કરાયો હતો. જોકે આ રીતે સીએનજીના ભાવમાં વધારો થાય તો રિક્ષાચાલકોને ભાડામાં અપાયેલો વધારો દેખાય પણ નહિ ત્યારે હવે મિનિમમ ભાડું રૂ.18માં વધારો કરી રૂ.30 કરી આપવામાં આવે. જ્યારે કિમીના રનિંગમાં રૂ.20 પ્રતિ કિમી કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.