દિલ્હીઃદેશની પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલનો આરંભ, કોઈ પણ રાજ્યના વિદ્યાર્થીને મળશે પ્રવેશ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલનું લોન્ચ કરવાનું એલાન કર્યું છે. આ વર્ચ્યુઅલ સ્કૂલમાં ક્લાસિસ સંપૂર્ણપણે ઓલલાઈન હશે. સ્ટૂડન્ટ પોતાના ઘરેથી જ અભ્યાસ કરી શકશે. આ સ્કૂલનું નામ ‘દિલ્હી મોડલ વર્ચ્યુઅલ સ્કૂલ’ હશે. શરૂઆતમાં તેમાં વર્ગ 9થી 12 સુધીનો અભ્યાસ કરાવાશે.

આ અવસર પર મુખ્યમંત્રીએ કહ્યું કે, અનેક છોકરીઓના પેરેન્ટ્સ ભણાવતા નથી. આવી સ્થિતિમાં છોકરીઓ ઘરે બેસીને શિક્ષણ લઈ શકશે. કોરોના કાળમાં વર્ચ્યુઅલ ક્લાસિસ થતા હતા ત્યારથી પ્રેરણા લઈને વર્ચ્યુઅલ સ્કૂલ શરૂ કરવામાં આવી રહી છે. સ્કૂલમાં ફિઝિકલ ક્લાસિસનો ઓપ્શન નહીં હશે. બધા ક્લાસિસ માત્ર ઓનલાઈન હશે જેની રેકોર્ડિંગ પણ હશે. સ્ટૂડન્ટ ક્લાસિસ બાદ પણ રેકોર્ડિંગ જોઈ શકશે. 

ઓનલાઈન એડમિશન કરવામાં આવશે

સ્કૂલમાં પ્રથમ સેશન માટે 9માં ક્લાસ માટે આવેદન આજથી શરૂ કરવામાં આવી રહ્યા છે. જે સ્ટૂડન્ટ વર્ચ્યુઅલ સ્કૂલમાં એડમિશન મેળવવા ઈચ્છે છે તેઓ www.dmbs.ac.in પર વિઝિટ કરી એપ્લાઈ કરી શકે છે. દેશના કોઈ પણ રાજ્યના બાળક આ વર્ચ્યુઅલ સ્કૂલમાં એડમિશન લઈ શકશે. 

કઈ કઈ સુવિધાઓ હશે

ઓનલાઈન ક્લાસિસ વાળી આ સ્કૂલમાં એક ડિઝિટલ લાઈબ્રેરી પણ હશે. ક્લાસિસ રેકોર્ડ કરવામાં આવશે જેના કારણે બાળકો 24 કલાકમાં ગમે તે સમયે જોઈ શકશે. બાળકોને કોઈ પણ વર્ચ્યુઅલ ક્લાસ સાથે જોડાવાની આઝાદી રહેશે. કોર્સ, એડમિશન અને ક્લાસિસની સંપૂર્ણ માહિતી ટૂંક સમયમાં જ એડમિશન પોર્ટલ પર જાહેર કરવામાં આવશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *