દિલ્હીમાં પહેલીવાર aap આમ આદમી પાર્ટીએ મેયરપદ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. આજે થયેલા વોટિંગમાં આપની શૈલી ઓબેરોયે ભાજપની રેખા ગુપ્તાને હરાવી છે. ચૂંટણીમાં કુલ 241 કોર્પોરેટરોએ વોટિંગ કર્યું. જેમાં 9 કોંગ્રેસી કોર્પોરેટરોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ત્રણવાર ચૂંટણી ટળ્યા પછી સિવિક સેન્ટરમાં આજે સવારે 11.20 વાગે મતદાન શરૂ થયું હતું. જેમાં 2 કલાકથી વધુ સમય લાગ્યો.
આજે પણ સવારે 11 વાગે સિવિક સેન્ટરમાં હંગામા જેવી પરિસ્થિતિ જોવા મળી. AAP કાઉન્સલરોનો પોલીસ સાથે થોડો વિવાદ પણ થયો. આપ સદનમાં બીજેપી વિધાયક વિજેન્દ્ર ગુપ્તાની એન્ટ્રીનો વિરોધ કરી રહ્યા હતા. હંગામાની શક્યતાને જોતા સદનમાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી. સદનમાં SSB જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
શૈલી ઓબેરોય 2013માં એક કાર્યકર્તા તરીકે આપમાં જોડાયાં હતાં અને 2020 સુધી તેઓ પાર્ટીના મહિલા મોર્ચાના ઉપાધ્યક્ષ હતાં. કોર્પોરેટર તરીકે પ્રથમ વખત તેમણે પશ્ચિમ દિલ્હીમાં ભાજપના ગઢમાં જીત પ્રાપ્ત કરી.
દિલ્હી વિશ્વવિદ્યાલયમાં એક પૂર્વ વિઝિટિંગ આસિસ્ટેન્ટ પ્રોફેસર અને પહેલીવાર કોર્પોરેટર શૈલીએ દિલ્હી ભાજપાના પૂર્વ પ્રમુખ આદેશ ગુપ્તાના ગૃહ ક્ષેત્ર પૂર્વી પટેલ નગરથી ચૂંટણી લડી અને પોતાના સ્પર્ધી દીપાલી કુમારીને 269 મતથી હરાવ્યા અને હવે રેખા ગુપ્તાને હરાવીને મેયર બની ગયા છે.
શૈલી દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરતાં હતાં
39 વર્ષનાં શૈલી ઓબેરોય પશ્ચિમ દિલ્હીના પૂર્વ પટેલ નગર વોર્ડના ચૂંટાયેલા કાઉન્સિલર છે. તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતાં. તેઓ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના આજીવન સભ્ય પણ છે. ઓબેરોયે IGNOUની સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી મેનેજમેન્ટ સ્ટડીઝમાં પીએચ.ડી કર્યું છે. તેમની પાસે તેમના નામ પર ઘણાં પુરસ્કારો અને સન્માન છે જે તેમને વિવિધ સંમેલનોમાં પ્રાપ્ત થયાં છે.
દિલ્હી અને હિમાચલમાં અભ્યાસ કર્યો
મેયર બનવા માટે 138 વોટ જોઈએ
મેયરની ચૂંટણીમાં 273 મેમ્બર્સે વોટિંગ કર્યું. AAP પાસે 134 કાઉન્સિલર છે. આ ઉપરાંત 3 રાજ્યસભા સાંસદ અને 13 ધારાસભ્ય છે. ભાજપ પાસે 7 સાંસદ અને 1 ધારાસભ્ય મળી કુલ 113 વોટ છે. ત્યારે કોંગ્રેસના 9 કાઉન્સિલર અને સ્વતંત્ર બે કાઉન્સિલર છે. આ ચૂંટણીમાં 250 કાઉન્સિલરો સાથે 10 સાંસદ(7 લોકસભા સાંસદ અને 3 રાજ્યસભા સાંસદ), 13 વિધાનસભા સભ્ય વોટિંગ કર્યું.