high court : દિલ્હી હાઈકોર્ટે એક કપલના છૂટાછેડાના કેસમાં એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરતાં એવું કહ્યું કે કોઈ મહિલાના ચરિત્ર પર કિચડ ઉછાળવો મોટી ક્રૂરતા છે અને તેને આધારે છૂટાછેડા માગી શકાય.
છૂટાછેડાના કેસમાં દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો
મહિલાના ચરિત્ર પર લાંછન લગાડવું ક્રૂરતા ગણાય
આ ક્રૂરતાના કિસ્સામાં મળી શકે છૂટાછેડા
છુટાછેડાના એક કેસમાં મહત્વની ટીપ્પણી કરતાં દિલ્હી હાઈકોર્ટે એવું કહ્યું કે એક મહિલાના ચારિત્ર્ય પર દોષારોપણ કરવાથી વધુ ક્રૂર બીજું કશું ન હોઈ શકે.
કોર્ટે ક્રૂરતા અને ત્યાગના આધારે છૂટાછેડાનો ચુકાદો આપતી વખતે આ વાત કરી હતી. 27 વર્ષથી અલગ રહેતા દંપતીના છુટાછેડાના કેસમાં દિલ્હી હાઈકોર્ટે આ ચુકાદો જાહેર કર્યો હતો.
high court : મહિલાના ચરિત્ર પર લાંછન લગાડવું સૌથી મોટી ક્રૂરતા
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે માનસિક ક્રૂરતા” શબ્દ એટલો વ્યાપક છે કે તે “નાણાકીય અસ્થિરતા” ને તેના કાર્યક્ષેત્રમાં લઈ શકે છે. ધંધા કે વ્યવસાયમાં પતિની મજબૂત સ્થિતિ ન હોવાને કારણે આર્થિક અસ્થિરતા માનસિક તકલીફમાં પરિણમી શકે છે. તે પત્ની પ્રત્યેની માનસિક ક્રૂરતાનો સતત સ્રોત કહી શકાય. જસ્ટિસ સુરેશ કુમાર કૈટ અને નીના બંસલ કૃષ્ણાની ખંડપીઠે જણાવ્યું હતું કે, “હાલના કિસ્સામાં, માનસિક વેદનાને સમજવી સરળ છે કારણ કે મહિલા કામ કરી રહી હતી અને પતિ નવરો હતો તેમ છતાં તે પત્ની પર ગેરકાયદેસર સંબંધોના ખોટા આરોપ લગાવતો હતો અને તેને હલકી સમજતો હતો. કોર્ટે કહ્યું કે એક મહિલાના ચરિત્ર પર લાંછન લગાડવું સૌથી મોટી ક્રૂરતા છે.
શું હતો કેસ
high court : દિલ્હીના એક કપલે 1989ની સાલમાં લગ્ન કર્યાં હતા ત્યાર બાદ 1996ની સાલમાં બન્ને અલગ થયા હતા. પતિ અને તેના ઘરનાએ મહિલાના ચરિત્ર પર કીચડ ઉછાળવાનું શરું કર્યું હતું અને તેને હલકટ સ્ત્રી ગણાવી હતી. આનાથી પત્નીને ખૂબ આઘાત લાગ્યો હતો જોકે પત્ની એવી નહોતી અને તેમના આરોપ ખોટા હતા. આ વાતથી નારાજ પત્નીએ ફેમિલી કોર્ટમાં છુટાછેડાની અરજી કરી હતી. જોકે ફેમિલી કોર્ટે મહિલાની અરજી ફગાવી દીધી હતી. મહિલાએ ફેમિલી કોર્ટના નિર્ણયને પડકારતા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જેણે ક્રૂરતા અને ત્યાગના આધારે છૂટાછેડા માટેની તેની અરજીને ફગાવી દીધી હતી. મહિલાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે આ વ્યક્તિએ તેના પર તેના પતિના નજીકના સંબંધી અને અન્ય ઘણા લોકો સાથે અવૈધ સંબંધો હોવાનો આરોપ લગાવવાનું શરૂ કરી દીધું છે. “સ્ત્રીના ચારિત્ર્ય પર દોષારોપણ કરવા કરતાં વધુ ક્રૂરતા બીજી કોઈ હોઈ શકે નહીં.